પ્રેમના નામે પરિણીત શખસે યુવતીને દગા સાથે એચઆઇવીનો રોગ આપ્યો

  • December 14, 2023 12:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શાપર પંથકમાં લવ સેકસ ઓર ધોકા કરતા પણ ખરાબ કહી શકાય તેવો બનાવ સામે આવ્યો છે.અહીં રહેતી ૨૦ વર્ષીય યુવતીને પરિણીત શખસે પ્રેમજાળમાં ફસાવી લ કરવાની લાલચ આપી તેની સાથે અવારનવાર શારિરીક સંબધં બાંધ્યા હતાં.બાદમાં યુવતીને પ્રેમી પરિણીત હોવાનું માલુમ પડયું હતું.એટલું જ નહીં યુવતીની તબીયત બગડવા લાગતા ચેક કરવતા તેને એઅઆઇવી હોવાનું માલુમ પડયુ હતું આ રોગ તેને પ્રેમી થકી લાગ્યો હતો. આરોપી પોતે બીમાર હોવાનું જાણવા છતાં યુવતી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતાં. આ મામલે યુવતીની ફરિયાદ પરથી શાપર પોલીસે આરોપી સામે દુષ્કર્મ,છેતરપિંડી,એટ્રોસિટી એકટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આ ચોંકાવનારા બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શાપરમાં રહેતી ૨૦ વર્ષીય યુવતીએ મૂળ ગીરસોમનાથ પંથકના વતની અને હાલ પડવલામાં આવેલી કંપનીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરનાર જીતેશ(નામ બદલાવેલ છે.) સામે ફરિયાદ નોંધાવી છે.યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ ત્રણ બહેનો છે જેમાં તે સૌથી મોટી છે.જેથી માતા–પિતાને આર્થિક રીતે મદદપ થવા માટે તે દોઢેક વર્ષ પૂર્વે શાપરમાં સિકયુરિટી એજન્સીમાં નોકરી કરતી હતી.તે સમયે આરોપી જીતેશ પણ અહીં ફિલ્ડ ઓફિસર તરીકે નોકરી કરતો હતો. દરમિયાન બંને વચ્ચે પરિચય થયો હતો અને બાદમાં બંને વચ્ચે પ્રેમ પાંગર્યેા હતો.


યુવતીએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે જીતેશે પોતે અપરિણી હોવાનું કહી હત્પં તારી સાથે લ કરીશ તેવો વાયદો આપ્યો હતો.જેથી હત્પં તેના માટે ઘર છોડી ભાગી ગઇ હતી.બાદમાં બંને શાપરમાં મ રાખી રહેતા હતાં. આ દરમિયાન તેણે લ કરીશ તેવું વચન આપી અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હતાં. એક દિવસ પ્રેમીનો મોબાઇલ ચેક કરતા તેનો અસલ ચેહેરો સામે આવ્યો હતો. પોતાને અપરિણીત ગણાવનાર આ શખસ પરિણીત અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું માલુમ પડતા યુવતીના પગ તળેથી જમીન સરકી ગઇ હતી. બાદમાં આ બાબતે પ્રેમીને કહેતા તેણે પ્રથમ ઇનકાર કર્યેા હતો. બાદમાં ગુસ્સે થઇ ઝઘડા કરવા લાગ્યો હતો.


છ માસ પૂર્વે યુવતીની તબીયત બગડવા લાગતા તેણે ચેકઅપ કરાવતા તેને એઅઆઇવીનો ચેપ લાગ્યો હોવાનો માલુમ પડતા તે ચોંકી ઉઠી હતી. બાદમાં તેને માલુમ પડયું હતું કે જીતેશ એચઆઇવી પોઝિટિઝ હોય અને તેણે આ વાત છુપાવી તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતાં. બાદમાં આ વાત તેને કરતા તે વધુ ઉશ્કેરાયો હતો અને યુવતી સાથે મારકૂટ કરવા લાગ્યો હતો. યુવતી ભાગીને તેની સાથે રહેવા આવી હોય જેથી માતાપિતા પાસે જઇ શકે તેમ ન હોય તે વાતનો ફાયદો ઉઠાવી તે સીતમ ગુજારતો હતો.પણ અંતે યુવતીએ આ મામલે શાપર વેરાવળ પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે આરોપી સામે દુષ્કર્મ,છેતરપિંડી, એટ્રોસિટી એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.બનાવ અંગે વધુ તપાસ ડીવાએસપી કે.જી.ઝાલા ચલાવી રહ્યા છે.


આરોપી યુવતીને દોરડા બાંધી મારમારતો

યુવતીએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે,તે ઘર છોડી પ્રેમી સાથે રહેવા આવી હોય જેથી પરત ઘરે જઇ શકે તેમ ન હોય તે વાતનો ગેરલાભ ઉઠાવી પ્રેમી તેના પર સીતમ ગુજારતો હતો.તે તેને દોરડા વડે બાંધી બેફામ મારમારી શારીરિક સંબંધો બાંધવા માટે મજબૂર કરતો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application