રાજકોટના મોરબી રોડ પર મહેશ્ર્વરી પાર્ક–૨માં રહેતા અને જમીન–મકાન બાંધકામ તથા રોકાણનો વ્યવસાય ધરાવતા ૨૨ વર્ષિય યુવક અર્જુન ભગવાનભાઈ મઠિયા સાથે નજીકમાં મોરબી રોડ પર વૃજભૂમિ સોસાયટીમાં રહેતા દંપતી સંજય લાલજીભાઈ ડોબરિયા તથા તેના પત્ની જયોત્સનાબેને મળી યુવકને બિલ્ડિંગ પ્રોજકેટમાં રોકાણ કરવાના નામે ૩,૨૬,૬૯,૮૩૦ રૂપિયા યુવક અને તેની માતા પાસેથી કટકે કટકે મેળવી વિશ્ર્વાસઘાત, છેતરપિંડી આચર્યા તેમજ બોગસ દસ્તાવેજી પુરાવાઓ ઉભા કર્યાના આરોપસર ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદની પ્રા વિગતો મુજબ અર્જુન મઠિયા મોરબી રોડ સેટેલાઈટ ચોકમાં પ્રવસ્થી હાઈટસ બિલ્ડિંગમાં બંધુલીલા ડેવલપમેન્ટ નામે બાંધકામ વ્યવસાયની ઓફિસ ધરાવે છે, ત્રણ વર્ષ પહેલા ૨૦૨૧માં ઓફિસ નજીક જ સેટેલાઈટ ચોક નજીક આર્યન એવન્યુ નામની નવા બંધાતા બિલ્ડિંગની સાઈટ પર સંજય ડોબરિયા સાથે મુલાકાત થઈ હતી. બન્ને વચ્ચે ઓળખાણ થતાં યુવકે પોતે જમીન–મકાનમાં રોકાણ કરતો હોવાની વાત કરી હતી. સંજયે પોતા અને પત્ની જયોત્સનાના નામે ચાલતા આર્યન એવન્યુ પ્રોજેકટમાં રોકાણ કરવા અને સારૂ વળતર મળશેની વાત કરી હતી.
પ્રોજેકટ દોઢ વર્ષમાં પૂર્ણ થઈ જશે. યુવકે સારા રિટર્નની આશાએ ૧૨ ફલેટ અને ૪ દૂકાનો પોતા તથા તેની માતા સરોજબેન ભગવાનજીભાઈ મઠિયાના નામે ખરીદ કરવાનું નક્કી કર્યુ હતું. પેમેન્ટ બાબતે રોકડા તથા દંપતીના બન્નેના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવાની વાત થઈ હતી. એ મુજબ અલગ અલગ સમયગાળા દરમિયાન કટકે કટકે ફલેટસ અને દૂકાનોના સોદાઓ પેટે પેમેન્ટ કરતા જતાં હતા. પેમેન્ટ મળ્યાની નોટરાઈઝ લખાણ સાથે આરોપી દંપતી દ્રારા ચૂકતે અવેજ પહોંચ પણ આપવામાં આવતી હતી.
પ્રોજેકટની સાઈટ બધં થઈ જતાં બાંધકામ ન થવાથી અર્જુન સમયમર્યાદામાં પઝેશન મળવા બાબતે વાત સંજયને કરતો હતો. સંજય દ્રારા થોડા વખતમાં કામ ચાલુ થઈ જશે એટલે પઝેશન સોંપી દેશુંના વાયદા કર્યે રાખ્યા હતા. સમય મર્યાદા અને વાયદાઓ બાદ ફલેટ–દુકાનના કબજા ન આપતા કે રોકાણ કરેલા નાણા પણ પરત ન મળતા હોવાથી અર્જુને પ્રોજેકટ બાબતે તપાસ કરી હતી. જેમા જાણવા મળ્યું કે પ્રોજેકટ દંપતીએ પોતાનો જ હોવાનું કહ્યું હતું પરંતુ આવું કાંઈ નથી પ્રોજેકટમાં અલગ અલગ સાત ભાગીદારો છે.
દંપતીનો તો કોઈ હક્કહિસ્સો પ્રોજેકટમાં છે જ નહીં. છેતરાયેલા યુવક પોલીસનો સહારો લીધો હતો. અધિકારી સાથે સંપર્ક બોદ ૩.૨૬ કરોડના આર્થિક વહીવટની યુવકે નંપતી સામે તેમજ જે કોઈના તપાસમાં નામ ખુલે તેની સામે બોગસ દસ્તાવેજી પુરાવા, નોટરાઈઝ લખાણ કરી આપી બિલ્ડિંગ પ્રોજેકટના પામે આરોપી ડોબરિયા દંપતી સંજય તથા જયોત્સનાએ ૩,૨૬,૬૯,૮૩૦ રૂપિયા મેળવી લઈ વિશ્ર્વાસઘાત આચર્યાના આરોપસર ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ ડી,સી.સાકરિયાએ તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે સમૂહ લગ્નને લઈ કહી દિધી આ મોટી વાત
January 11, 2025 09:39 PMઅમદાવાદમાં HMPV વાયરસનો વધુ એક કેસ, કુલ કેસની સંખ્યા 4 થઈ
January 11, 2025 08:18 PMખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ: ડાયરેક્ટર ચિરાગ રાજપૂતના 16 જાન્યુઆરી સુધી રિમાન્ડ મંજૂર
January 11, 2025 08:13 PMસુરેન્દ્રનગરના ચુડામાં રમતા રમતા સગા ભાઈ બહેન કુવામાં પડી જતા મોત
January 11, 2025 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech