સૌ.યુનિ.ના ભવનોમાં એડમિશનના નામે ધબડકો: ૫૭૩ જગ્યા ખાલી

  • July 24, 2024 03:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી કેમ્પસ પર આવેલા ભવનોમાં કવોલિફાઇડ પ્રોફેસરો દ્રારા ભણાવવામાં આવતું હોવાથી અને ફી ની રકમ ખાનગી કોલેજો કરતાં પ્રમાણમાં ઘણી ઓછી હોવાથી અને હોસ્ટેલ ફેસિલિટી કેમ્પસ પર જ મળી જતી હોવાથી મોટાભાગે વિધાર્થી ઓ સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી કેમ્પસ પરના ભવનોમાં એડમિશન લેવા માટે પડાપડી કરતા હોય છે. પરંતુ આ વખતે ચાલુ શૈક્ષણિક સત્રમાં સમગ્ર ચિત્ર બદલાઈ ગયું છે. એડમિશનની પ્રક્રિયા પૂરી થઈ ગયા પછી અનેક ભવન એવા છે કે ત્યાં નવા પ્રવેશ મેળવનાર વિધાર્થીઓની સંખ્યા સિંગલ ડિજિટમાં છે. કેમ્પસ પરના જુદા જુદા ડિપાર્ટમેન્ટોની આ હાલત જોઈને તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી હતી અને ભવનના વડાઓ અને પ્રોફેસરોને વધુ એડમિશન થાય તે માટે પ્રયત્નોમાં લાગી જવા સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
પરિસ્થિતિ કેટલી ખરાબ છે તેની વાત આંકડાકીય માહિતીઓ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ તો લો એકઝિમ એકસપોર્ટ ઈમ્પોર્ટ માટે માત્ર બે વિધાર્થીઓએ એડમિશન લીધા છે. નેનો સાયન્સ, બાયો કેમેસ્ટ્રી અને આંકડાશાક્ર સાથે માસ્ટર ઓફ કોમર્સમાં પ્રવેશ લેનાર વિધાર્થીઓની કુલ સંખ્યા ત્રણ છે. ત્યારે ઇલેકટ્રોનિક વિભાગમાં માત્ર ચાર વિધાર્થીઓએ પ્રવેશ લીધો છે અને માર્કેટિંગમાં માસ્ટર ઓફ કોમર્સ નું ભણવા માટે માત્ર પાંચ –પાંચ વિધાર્થી ઓએ યુનિવર્સિટીના ભવનની પસંદગી કરી છે. પત્રકારત્વ ભવનમાં માસ્ટર ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનના અભ્યાસક્રમમાં એડમિશન મેળવનાર વિધાર્થીઓની સંખ્યા ૬ થવા જાય છે. આવી જ રીતે કોમ્પ્યુટર સાયન્સ સાથે માસ્ટર ઓફ કોમર્સનો અભ્યાસક્રમ કરવા માટે પણ સિંગલ ડીજીટમાં વિધાર્થીઓએ પ્રવેશ લીધો છે. તત્વજ્ઞાન માસ્ટર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફર્મેશન સાયન્સમાં સાત વિધાર્થીઓએ એડમિશન લીધા છે. બેન્કિંગ લો સાથે મનોવિજ્ઞાનમાં પીજીડીસીએ કરવા માટે આઠ વિધાર્થીઓએ એડમિશન લીધા છે. મોટાભાગના ભવનમાં વિધાર્થીઓની સંખ્યા કરતા પ્રોફેસરો અને એસોસિયેટ પ્રોકેટરોની સંખ્યા વધી જાય છે. મહિને લાખો પિયાનો પગાર મેળવતા પ્રોફેસરો જાણે પ્રાઇવેટ ટુશન કરાવતા હોય તેવો માહોલ ચાલુ શૈક્ષણિક સત્રમાં જોવા મળે છે.
સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી કેમ્પસ પર જુદા જુદા કુલ ૨૯ ડિપાર્ટમેન્ટ આવ્યા છે અને તેમાં વિધાર્થીઓની કુલ સંખ્યા ૧૫૬૩ છે. આ પૈકી માત્ર ૯૯૦ એ એડમિશન લીધા છે અને ૫૭૩ જગ્યા ખાલી પડી છે.
બહત્પ દૂરના નહીં પરંતુ નજીકના ભૂતકાળની જ વાત કરીએ તો અહીં સાયન્સ અને કોમર્સમાં એડમિશન આપવાની પ્રક્રિયા શ થાય તે સાથે જ ગણતરીના દિવસોમાં તે ફુલ થઈ જતાં હતા. યારે આ વર્ષે કોઈ ઇન્કવાયરી કરવા પણ આવતું નથી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application