પોરબંદરમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ શીયાળાની શઆત થતા કેરીનું આગમન થઇ ચૂકયુ છે જેમાં પોરબંદર નજીકના બીલેશ્ર્વર ગામેથી પોરબંદરના માર્કેટીંગ યાર્ડ ખાતે કેસર કેરીના ૧૦ કિલોના બોકસની હરરાજી થઇ હતી. ૮૫૧ ા. કિલો લેખે ૮૫૦૦ પિયામાં આ બોકસનું વેચાણ કરવામાં આવ્યુ હતુ.
છેલ્લા કેટલાક વર્ષોથી પોરબંદરમાં કેરીનું આગમન ખૂબજ વહેલુ થઇ જાય છે. ત્યારે આ વર્ષે પણ હજુ શિયાળાની શઆત થઇ રહી છે ત્યાંજ માર્કેટીંગ યાર્ડમાં કેરીનું વેચાણ થયુ હતુ. પોરબંદર નજીકના બીલેશ્ર્વર ગામે રહેતા અને ફાર્મ ધરાવતા નિલેષભાઇ મોરીને ત્યાં પાંચ જેટલા આંબામાં કેરીઓ પાકવા માંડી છે. તે અંગે તેઓએ એવુ જણાવ્યુ હતુ કે આ વર્ષે વાતાવરણ અનુકુળ છે અને વરસાદ પણ ખૂબજ વધુ માત્રામાં થયો છે તથા તેઓ તેમના આંબાવાડીયામાં દેશી ખાતરનો વધુ ઉપયોગ કરે છે તેથી સપ્ટેમ્બર મહિનામાં જ ફાલ આવી ગયા હતા અને હાલમાં કેસર કેરી પાકી જતા પ્રથમ બોકસની હરરાજી પોરબંદરના માર્કેટીંગ યાર્ડ ખાતે સુદામા ફ્રૂટ કંપનીના નીતિનભાઇ દાસાણીને ત્યાં થઇ હતી અને હરરાજીમાં ૮૫૧ પિયે કિલો લેખે ૮,૫૦૦ ા. કેસર કેરીના બોકસના ઉપજ્યા હતા. ફાર્મના માલિક નિલેષભાઇ મોરીએ એવુ જણાવ્યુ હતુ કે ઇશ્ર્વરકૃપાથી આ વર્ષે ખૂબજ સારી એવી માત્રામાં વરસાદ વરસ્યો તે ઉપરાંત અત્યાર સુધીનું વાતાવરણ પણ ખૂબજ અનુકૂળ હોવાના કારણે તેમને ત્યાં બીજા આંબામાં પણ હવે મોર આવ્યા છે અને આ પ્રકારનું વાતાવરણ રહેશે તો આ વર્ષે કેરીનું રેકોર્ડબ્રેક ઉત્પાદન થશે. સુદામા ફ્રૂટ કંપનીના માલિક નીતિનભાઇ દાસાણીએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે ગત વર્ષે શિયાળા દરમ્યાન કેરીની હરરાજી શ થઇ હતી આ વખતે હજુ શિયાળો શ થયો છે ત્યાંજ ફળોના રાજા કેરીનું આગમન થઇ ચૂકયુ છે અને શુક્રવારે દસ કિલો કેસર કેરીની આવક થઇ હતી. જે ભારત લેવલે કદાચ શિયાળા દરમ્યાન પ્રથમ વખત કેરીની હરરાજી થઇ હોવાનો આશાવાદ દર્શાવ્યો હતો અને તેમને ત્યાં કેરીનું બોકસ લાવવામાં આવતા ગુલાબની પાંદડીઓ વડે સ્વાગત કરીને આવકાર અપાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationLoC પર ભારતીય કાર્યવાહી: 40 પાકિસ્તાની સૈનિકો ઠાર, DGMO દ્વારા કરવામાં આવી પુષ્ટિ
May 11, 2025 09:00 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:55 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:53 PMઓપરેશન સિંદૂર: ભારતીય સેનાએ 100 આતંકવાદીઓને ઠાર કર્યા
May 11, 2025 08:48 PMપીએમ મોદીનો અમેરિકાને સખ્ત જવાબ; કહ્યું- કોઈ મધ્યસ્થીની જરૂર નહિ
May 11, 2025 05:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech