છેલ્લા કેટલાંક દિવસોથી મેઘરાજાએ ગુજરાતને ઘમરોળવાની શરૂઆત કરી દીધી છે. ગઈકાલે પણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા.છેલ્લા 24 કલાકમાં 244 જેટલા તાલુકામાં પાણી જ પાણી થઈ ગયું હતું. નવસારીના ખેરગામમાં 24 કલાકમાં 18.20 ઈંચ વરસાદ ખાબકી જતાં જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. બાજુ કપરાડામાં 14 ઈંચ તથા ડાંગના આહવા વિસ્તારમાં 11 ઈંચ જેટલો વરસાદ ખાબકતાં જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું હતું.
લેટેસ્ટ અપડેટ મુજબ 187 તાલુકામાં સરેરાશ 1 ઈંચ જેટલો વધાર જોવા મળ્યો હતો. ખેરગામ અને ડાંગના આહવા ઉપરાંત 10 ઈંચ વઘઈમાં, ધરમપુરમાં 9.5 ઈંચ, ડેડિયાપાડામાં 9.4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
હવામાન વિભાગની આગાહી મુજબ 27 ઑગસ્ટના રોજ સૌરાષ્ટ્ર તથા કચ્છના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો અરવલ્લી જિલ્લાના મોડાસામાં પાંચ ઈંચ વરસાદ વરરસ્યો છે. રાજ્યભર આજે પણ અત્યંત ભારે વરસાદની આગાહી છે. આજે સાત જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું અનુમાન છે જેમાં અમરેલી,ભાવનગરમાં ભારે વરસાદની શકયતાને જોતા વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
ઉપરાંત વડોદરા,ભરૂચ, સુરત,નવસારી,વલસાડ, સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલી,અન્ય તમામ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો એક નજર કરીએ
હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બનાસકાંઠાના અમીરગઢના ઈકબાલગઢમાં ભારે વરસાદથી અનેક રસ્તા જળમગ્ન બન્યાછે. ઈકબાલગઢ રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે. જો કે તાબડતોબ પાણી નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ભારે વરસાદના પગલે વડોદરા શહેરમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. હવામાન વિભાગે ભારે વરસાદની શક્યતાને જોતો વડોદરામાં રેડ એલર્ટ આપ્યું છે. સતત વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારો પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે. છાણી, નિઝામપુરા, સમા,અલકાપુરી વિસ્તારમાં પાણી ભરાતા આસપાસની સોસાયટીમાં રહેતા લોકોની મુશ્કેલી વધી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝારખંડમાં ફટાકડાની દુકાનોમાં ભયાનક આગ લાગતા નાસભાગ, 66 દુકાનો બળીને ખાખ
October 31, 2024 08:48 PMત્રીશાને દિવાળી ફળી,અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 27 દિવસની બાળકીની જટીલ સર્જરી કરી પીડા મુકત કરાઈ
October 31, 2024 07:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech