રાજકોટના આરોગ્ય કેન્દ્રમાં કરોડોના સાધનો ખાઇ રહ્યા છે ધૂળ, ઇન્સ્ટોલ થયા બાદ સાધનો થશે કાર્યરત : ડો. વાંકાણી 

  • July 17, 2023 01:23 PM 


રાજકોટમાં કરોડોના સાધનો જે દર્દીઓ માટે ઉપયોગી હોય તેવા ધૂળ ખાઇ રહ્યા હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય કેન્દ્રના આ દ્ર્શ્યો છે જ્યાં 2 કરોડ સુધીના આ સાધનો પર ધૂળ ચડી ગઈ છે છતાં મનપા દ્વારા વપરાશમાં લેવામાં નથી આવ્યા. વર્ષ 2022માં આ મોંઘાદાટ સાધનોની ખરીદી થયા બાદ જાન્યુઆરીમાં તેની આરોગ્ય કેન્દ્રને ફાળવણી કરી દેવામાં આવી હતી પણ સાધનો ખોલાયા નથી. બોક્સ પેક એમ ને એમ પડ્યા છે. જેમાં કેમિકલ એનેલાઈઝર, ECG મશીન, ટીબી ટેસ્ટિંગ મશીન, ફુલ્લી ઓટોમેટિક એનેલાઈઝર અને CBC મશીન સામેલ છે. આ સાધનોના બોક્સ પણ ખુલ્યા નથી.
​​​​​​​

સમગ્ર મામલે રાજકોટ મનપાનાં આરોગ્ય અધિકારી ડો.જયેશ વાંકાણીએ નિવેદન આપ્યું છે. આરોગ્ય કેન્દ્રમાં 2 કરોડની નગરસેવકોની ગ્રાન્ટમાંથી સાધન ખરીદી થયા છે. ECG સહિતના સાધનોનો ઉપયોગ શરૂ થયો છે. જે પણ ઉપકરણો છે તે ટૂંક સમયમાં શરૂ કરી દેવામાં આવશે. તેની ખરીદી રોશની શાખા મારફત થઈ ગઈ છે. ઇન્સ્ટોલ કર્યા બાદ સાધનો કાર્યરત થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application