રાજકોટ ગેમઝોન અિકાંડમાં હવે સરકાર રચીત એસઆઈટી દ્રારા આઈપીએસ, આઈએએસ અધિકારીઓની પુછપરછ તપાસનો દોર આરંભાયો છે. આજે સીટ સમક્ષ રાજકોટના પુર્વ ડીસીપી, પુર્વ એસપી એવા હાલ રાજકોટ વેસ્ટર્ન રેલવેના એસપી બલરામ મીણાની ગાંધીનગર ખાતે પુછપરછ આરંભાઈ હોવાનું જાણવા મળે છે.
ટીઆરપી ગેમઝોનમાં ગત શનિવારે અિકાંડ થયો અને ૨૭ નિર્દેાષ માનવીઓએ જીવ ગુમાવવા પડયા. આ દુર્ઘટના બાદ ગેમઝોનની અગાઉની તસવીરો વાયરલ થઈ હતી જેમાં એક તસવીર એવી હતી કે, સૌ કોઈ ચોંકી ઉઠયા અને ભારે ચકચાર જગાવી દીધી હતી. આ તસવીરમાં જે તે સમયના રાજકોટના કલેકટર મહેશ અરૂણ બાબુ, રાજકોટના મ્યુનિ. કમિશનર અમીત અરોરા, રાજકોટ જિલ્લ ાના એસપી બલરામ મીણા, રાજકોટ સીટીના ડીસીપી પ્રવિણ મીણા સહિતનાએ ગોકાર્ટમાં હાથમાં હેલ્મેટ સાથેનો ગ્રુપ ફોટો લીધો હતો. અિકાંડને લઈને હાઈકોર્ટમાં થયેલી સુઓમોટોની અરજીમાં પણ કોર્ટ કમ્પાઉન્ડમાં પણ આ તસવીર ચર્ચાનું કેન્દ્ર બની હતી અને તમામ સનદી અધિકારીઓ હતા છતાં ગેમઝોનમાં કોઈ જરૂરી મંજુરી ન હતી તે તેઓને કેમ ધ્યાને પડયું ન હતું ? માત્ર ગેમઝોનની મુલાકાત માટે ગયા હતા અને એક મુલાકાતી બનીને જ નીકળી ગયા ? એ સમયે મ્યુનિ. કમિશનરથી લઈ કલેકટર અને એસપી, ડીસીપીએ નિયમ મુજબ બધું છે કે નહીં ? તે જોવાની દરકાર લીધી હોત તો કદાચ ત્યારબાદ કાં તો આ ગેમઝોનને તાળા લાગી ગયા હોત અથવા તો બધું નિયમબધ્ધ થઈ ગયું હોત. અત્યારે આ બનાવ સંદર્ભે સરકારની સીટ દ્રારા હવે આ તસવીરમાં રહેલા અધિકારીઓને પણ તેડા મોકલી પુછપરછ આરંભાઈ છે. જેમાં આજે એ સમયના રાજકોટ જિલ્લ ાના એસપી બલરામ મીણાને બોલાવાયા છે અને તેઓની પુછપરછ, નિવેદનની પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે. આ મીણા બાદ તેમની સાથે આવેલા અન્ય અધિકારીઓની પણ પુછપરછ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજો પાર્ટીને તેમની જરૂર નથી તો તેમની પાસે વિકલ્પો છે: શશિ થરૂર
February 24, 2025 03:08 PMમેટોડામાં હિટ એન્ડ રન: બે વર્ષની બાળકીનું કાર અડફેટે મોત
February 24, 2025 03:06 PMટીપીઓના ટેબલ ઉપર પેન્ડિંગ ફાઇલોના ઢગલાઓ વચ્ચે ચાર્જ સંભાળતા સુમરા
February 24, 2025 03:05 PMચોરી કરેલ બાઈક અને સ્કૂટર સાથે અગાઉ મારામારીમાં સંડોવાયેલા બે ઝડપાયા
February 24, 2025 03:04 PMજબલપુરમાં બે અલગ અલગ અકસ્માતમાં ૮ ના મોત: મહાકુંભથી પરત ફરી રહ્યા હતા
February 24, 2025 03:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech