દાદાની સરકારમાં ભ્રષ્ટ્રાચાર કરશો તો ગયા સમજો દિવાળી બાદ છેલ્લા 3 દિવસમાં 4 અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરાયા.ભ્રષ્ટ્રાચારની વાતને લઈ અધિકારીઓને નિવૃત કરાયા છે .અત્યાર સુધી રાજયમાં કુલ 25 અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત અપાય છે તેમજ નિવૃત્તિ બાદ તમામ અધિકારીઓ સામે ખાતાકીય તપાસ ચાલુ રાખવામા આવી છે.હવે ભિલોડા આઈ.ટી.આઈ ના પ્રિન્સિપાલ ભરતભાઈ રાવલ તેમજ સુરત આઈટીઆઈના પ્રિન્સિપાલ હસમુખભાઈ કાકડીયા ને ફરજિયાત નિવૃત્ત કરાયા છે. રાજ્ય સરકાર દ્વારા તંત્રમાં રહીને ભ્રષ્ટાચાર આચરતા ઉચ્ચ અધિકારીઓ સામે ઓપરેશન ગંગાજળ ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં પદ પર રહીને ગેરરીતિ ભ્રષ્ટાચારને કારણે સમગ્ર વહીવટી તંત્ર બદનામ કરનાર અધિકારોને ઘર ભેગા કરવામાં આવી રહ્યા છે તેના ભાગરૂપે ગઈકાલે મહેસુલ વિભાગ દ્વારા અરવલ્લ ી ખાતે ફરજ બુજાતા લેન્ડ રેકોર્ડ અધિકારી કે પી ગામીતને ઘર ભેગા કરાયા હતા તો ગઈકાલે મોડી સાંજે આઇ.ટી.આઈ ના બે આચાર્યને ફરજિયાત નિવૃત કરવામાં આવ્યા છે. ભિલોડા અને સુરતના આઈ.ટી.આઈ ખાતે ફરજ બજાવતા બે પ્રિન્સિપાલ ને ફરજિયાત નિવૃત્ત કરવાના આદેશ રાજ્યના શ્રમ રોજગાર વિભાગ દ્વારા કરવામાં આવ્યા છે.
ભિલોડા ના પ્રિન્સિપાલ ભરતકુમાર રાવલ અને સુરતના પ્રિન્સિપાલ હસમુખ કાકડીયાને ગઈકાલે મોડી સાંજે ફરજિયાત નિવૃત્તિના આદેશ શ્રમ રોજગાર વિભાગ દ્વારા કરવામાં આવ્યા છે આ બંને સામે અગાઉ ગંભીર પ્રકારની ફરિયાદો થઈ છે અને ખાતાકીય તપાસ બાદ તેમને સસ્પેન્શન હેઠળ રાખવામાં આવ્યા હતા.
આ બંને આઈ.ટી.આઈના આચાર્યો સામે ગેરરીતિની તપાસ ચાલી રહી છે અને બંનેને અપરિપક્વ નિવૃત કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે ખાતાકીય તપાસ અને ન્યાય તેમજ ફોજદારી કાર્યવાહી દરમિયાન બંનેને ફરજિયાત નિવૃત્ત જાહેરનામું પ્રસિદ્ધ કરીને કરવામાં આવ્યા છે.જેટેલા પણ અધિકારીઓને સરકારે ફરજિયાત નિવૃત કયર્િ છે તે તમામ સામે ખાતાકીય કાર્યવાહી ચાલુ રહેશે સાથે સાથે તેમની પ્રોપર્ટી છે તેને લઈને પણ તપાસ ચાલુ રહેશે,મહત્વનું છે કે જેટલા પણ નાના અને મોટા કર્મચારીઓ કે અધિકારીઓ છે અને જેઓ મોટા પાયે ભ્રષ્ટ્રાચાર કરી રહ્યાં છે તેમની સામે આગામી સમયમાં તપાસ કરીને નિર્ણય લેવાઈ શકે છે માટે દાદાની સરકારમાં હવે ભ્રષ્ટ્રાચાર કરશો તો ઘર ભેગા થશો,વિધાનસભા ગૃહમાં પણ સરકારે ભ્રષ્ટ્રાચારને લઈ અનેક વખત નિયમો પણ લાવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડિસેમ્બરથી રિંગરોડ–૨ ફોર ટ્રેકનું કામ શરૂ થશે
November 08, 2024 02:30 PMડિજિટલ એરેસ્ટનો બીજો બનાવ :રાજકોટમાં નિવૃત્ત બેંક મેનેજરને 15 દિવસ ડિજિટલ એરેસ્ટ કરી ₹56 લાખ પડાવ્યા
November 08, 2024 02:15 PMપોરબંદર જિલ્લામાં શિયાળાના પગરવ
November 08, 2024 01:27 PMજામનગરમાં આજે જલારામ જયંતિ નિમિતે લોહાણા સમાજનું ભવ્ય નાતજમણ: આરતી
November 08, 2024 01:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech