વડિયામાં મહિલાને માર મારવાના બનાવમાં ધારાસભ્યના કહ્યા બાદ પોલીસે ગુનો નોંધ્યો

  • September 02, 2024 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વડિયા કુંકાવાવ તાલુકામા પોલીસની કામગીરી સામે છેલ્લ ા ઘણા સમયથી અનેક સવાલો ઉભા થતા જોવા મળી રહ્યા છે ત્યારે એક કેસની કામગીરી મા ગુજરાત હાઇકોર્ટ પણ પોલીસ વિભાગમાં સ્વચ્છતા અભિયાન ચલાવવાનો સમય પાકી ગયાની વેધક ટકોર રાય સરકાર ને કરી છે.તારીખ ૨૩મી ઓગસ્ટના રોજ વડિયામા એક પરિણીત મહિલાને લાકડીથી માર મરવાની ઘટના બનતા તેમના દ્રારા પોલીસને ફરિયાદ કરવા જતા ચેપટર કેસ બનાવી ટેબલ જમીન આપી ભિનું સંકેલી લેવાયાની ઘટના બનતી જોવા મળી હતી આ ઘટનાથી વડિયાની જનતાને પણ નવાઈ લાગી હતી કે આ તે કેવું પોલીસ તત્રં પ્રજાનું કોઈ સાંભળનાર જ નથી કે શું !. આ ઘટનાના સાત દિવસ પછી વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અમરેલી કુંકાવાવ વડિયા ના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા વડિયાની મુલાકાતે આવતા તેમને ભોગ બનનાર મહિલા ના પરિવારના સભ્યો દ્રારા સમગ્ર ઘટનાની રજુવાત કરવામાં આવતા પોલીસની કામગીરી પર અનેક સવાલો લોકો દ્રારા કરવામાં આવતા ધારાસભ્ય પણ આ સમગ્ર ઘટનાઓથી ચોકી ઉઠા હતા અને તેમણે સીધી જિલ્લ ા પોલીસ વડાને વડિયા પોલીસની કામગીરી બાબતે ફરિયાદ કરતા ઘોર નિંદ્રામા પેઢી ગયેલું વડિયા નુ પોલીસ તત્રં અચાનક જાગીને કામે લાગ્યું હતુ. હાલ વડિયા ખાતે ફરજ બજાવતા પીઆઇ ગળચર ની બદલી થતા બગસરા પીઆઇ ડાંગરને ચાર્જ સોંપવામાં આવતા સમગ્ર ઘટના પર ફરી ફરિયાદી ની ફરિયાદ લઇ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમા ૨૩મી આગસ્ટની ઘટના એક વાર ભિનું સંકેલાયા બાદ ફરી ૩૧મી ઓગસ્ટ ના રોજ ફરિયાદી વિપુલભાઈ ઉકાભાઇ રાદડિયાની ફરિયાદ ના આધારે તેમના પત્ની મનીષાબેન ને ગટર સાફ કરવાની સામાન્ય બાબત માંથી ગાળો આપીશ ઈંટ ના ઘા અને લાકડી વાડે  માર મરવાની અને જાન થી મારી નાખવાની ફરિયાદ વડિયા પોલીસે નોંધી તેમાં જણાવ્યા અનુસાર હત્પમલો કરનાર અને ધમકી આપનાર ચાર શખ્સો જેમા જયેન્દ્ર કિશોરભાઈ બસીયા,ભુપેન્દ્ર કિશોરભાઈ બસીયા,હિરેન રઘુભાઇ બસીયા અને વિક્રમ જેઠસુરભાઈ મોડા સામે કલમ ૧૧૫(૨),૩૫૨, ૩૫૧(૨), ૩૫૧(૩), ૧૨૫()૫૪, મુજબ ગુનો નોંધી ફરી તપાસ હાથ ધરી છે. આ ગુનો સાત દિવસે નોંધાતા સમગ્ર પંથક માં સામાન્ય માણસ માટે પોલીસની સેવાના અસ્તિત્વ પર અનેક સવાલો ઉભા થયા છે તો બીજી બાજુ વિકસિત અને સંવેદનશીલ ગણાતા ગુજરાત રાયમાં દીકરીઓ અને મહિલાઓ સૌથી સલામત છે તેવા ગુણગાન ગાતી વર્તમાન સરકાર પર એક મહિલા પર થયેલો હત્પમલો અને એ હત્પમલાને ભિનું સંકેલવાની પ્રકિયા સમગ્ર પોલીસ તત્રં સામે કાળી ટીલી સમાન ગણી શકાય. જોકે વડિયા પોલીસમાં કેટલાય કર્મચારીઓ ઘણા વર્ષેાથી વડિયા જ સેવા આપે છે તો કેટલાયની અનેક વાર બદલી થાય ને તુરતં ટૂંકા ગાળામાં રાજકીય ઓથ થી ફરી વડિયા ટ્રાન્સફર થાય છે આવા કર્મચારીઓને જાણે વડિયા નસ નસમાં વસી ગયુ હોય તેમ આવા પેધી ગયેલા કર્મચારીઓ જ સમગ્ર તત્રં ચલાવતા જોવા મળી રહ્યા છે ત્યારે વડિયા પોલીસ તત્રં ની આવી સામાન્ય માણસ ની ફરિયાદ ની ઉપેક્ષા કરનાર તમામ કર્મચારી પર શિક્ષાત્મક પગલા લેવાય અને એક ઈમાનદાર અધિકારીની અહીં નિમણૂક થાય તેવી લોક માંગણી જોવા મળી રહી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application