જામનગર જિલ્લા ના જામજોધપુર તાલુકા નાં સમાણા ગામ મા ક્રિકેટ નાં બેટ વડે હુમલો કરી હત્યા નો પ્રયાસ કરવા અંગે બે આરોપી ઓ ને પાંચ - પાંચ વર્ષ ની સજા નો અદાલતે હુકમ કર્યો છે.
આ કેસ ની વિગત જામજોધપુર તાલુકા ના સમાણા ગામ માં ખાટલિયા સીમ માં આવેલ જેન્તીભાઈ હરજીભાઈ વાદી ની વાડી પાસે ગત તાં.૨૫/૯/૨૦૧૧ નાં રોજ કેટલાક લોકો ક્રિકેટ રમતા હતા. આથી જેન્તીભાઈ પોતા ના વાડી ખેતર મા પાક ને નુકસાન થતું હોવા નું જણાવી ક્રિકેટ રમવા ની ના પાડી હતી. આથી ઉશ્કેરાયેલા દિનેશ ઉર્ફે જમન ડાયાભાઈ વાઘેલા અને ભુપેન્દ્ર ઉર્ફે ધીરુ ડાયાભાઈ વાઘેલા એ એક સંપ કરીને ક્રિકેટ ના બેટ વડે જેન્તીભાઈ વાદી ઉપર હુમલો કર્યો હતો. આ બનાવમાં જેન્તીભાઈ ને માથામાં ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવા આવ્યા હતા. આ પછી ઈજા ગ્રસ્ત નાં પત્ની જયશ્રીબેન ની ફરિયાદ ના આધારે પોલીસે હત્યા પ્રયાસ ની કલમ મુજબ ગુનો નોંધી બંને આરોપીઓ ની ધરપકડ કરી હતી.
આ અંગે નો કેસ અદાલત માં ચાલી જતાં બંને પક્ષ ની દલીલો અને સાહેદો ,સાક્ષી , પુરાવા વગેરે ને ધ્યાને લઈ ને બંને આરોપીઓ ને અદાલતે પાંચ પાંચ વર્ષ ની સજા અને ૨૫ હજાર નો દંડ અને દંડ ની રકમ ભરપાઈ ન કરે તો વધુ છ માસ ની સજા નો હુકમ કર્યો હતો. આ કેસ માં સરકાર પક્ષે વકીલ તરીકે પી. જે. પરમાર રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધારી : ગેરકાયદેસર મદ્રેસા પર ફર્યું તંત્રનું બુલડોઝર
May 13, 2025 01:15 PMરાજકોટ : મનપાએ હાથ ધરી પ્રિમોન્સુન કામગીરી
May 13, 2025 01:03 PMરાજકોટ : મનપાએ હાથ ધરી પ્રિમોન્સુન કામગીરી
May 13, 2025 01:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech