રાજકોટ માર્કેટ યાર્ડમાં ટમેટાંના ભાવ કિલોના ૩૦૦થી ઘટીને સાવ આટલા જ થઇ ગયા....!

  • August 25, 2023 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ માર્કેટ યાર્ડમાં ટમેટાના ભાવ પ્રતિ કિલોના .૩૦૦થી ઘટીને હાલ .૩૦ થઇ ગયા છે. ઓગષ્ટ્ર મહિનાના પ્રારંભિક દિવસોમાં જોરદાર તેજી બાદ હવે સ્થાનિક વાવેતરના દેશી ટમેટાનો પાક બજારમાં આવતાની સાથે ઓગષ્ટ્ર માસના અંતે ભાવમાં દસ ગણો ઘટાડો થયો છે.

વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના શાકભાજી વિભાગના વેપારી સૂત્રોએ જણાવ્યું હતું કે યાર્ડના કાર્યક્ષેત્ર હેઠળના રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્ર્રમાંથી સ્થાનિક દેશી ટમેટાની ધૂમ આવક શ થઇ જતાં હવે ભાવ ઘટવા લાગ્યા છે તેમજ બેંગ્લોર અને નાસિકથી થતી ટમેટાની આયાત હવે લગભગ નહિવત પ્રમાણમાં થઇ ગઇ છે. યાર્ડમાં ગઇકાલે ૧,૦૫,૦૦૦ કિલો ટમેટાની આવક થતા પ્રતિ ૨૦ કિલોનો ભાવ ગુણવત્તા અનુસાર ૪૦૦થી ૬૦૦ રહ્યો હતો મતલબ કે .૨૦થી ૩૦ના કિલોના ભાવે ટમેટા વેંચાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ટમેટાનું મહત્તમ ઉત્પાદન કરતા મહારાષ્ટ્ર્ર અને કર્ણાટક સહિતના રાયોમાં ભારે વરસાદના કારણે પાક નિષ્ફળ જતા ટમેટાના ભાવ રેકોર્ડબ્રેક હદે વધ્યા હતા, દરમિયાન હવે છેલ્લા એક પખવાડિયાથી સ્થાનિક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનો વિરામ હોય ટમેટા નવો પાક બજારમાં આવતા સાથે દરરોજ ટમેટાની આવક વધી રહી છે અને તે સાથે ભાવ પણ ઝડપભેર ઘટવા લાગ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application