મોરબી સિરપ પ્રકરણમાં પોલીસે મુખ્ય આરોપી રવિ કંડિયાને ઝડપી લીધા

  • March 12, 2024 12:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એલસીબીમાં ફરજ બજાવતા શક્તિસિંહ લખધીરસિંહ ઝાલાએ આરોપીઓ ગોડાઉન સંચાલક મનીષ હરિભાઈ ઝાલાવાડિયા રહે રવાપર રોડ વૃંદાવન સોસાયટી, વૃંદાવન પેલેસ મોરબી, ટ્રક ટીએસ ૦૬ યુબી ૭૭૮૯ ના ચાલક સરફરાજ રબ્બાની સૈયદ રહે મહારાષ્ટ્ર, ટ્રક ટીએસ ૦૬ યુબી ૭૭૮૯ ના ક્લીનર મહમદ અબ્દુલ રહીમ હમદઅબ્દુલ રહેમાન રહે હૈદરાબાદ (તેલંગાણા), ગોડાઉન ભાડે રાખી માલ મંગાવનાર રવિકુમાર મહિપત કંડિયા રહે જેતપર તા. મોરબી, માલ મોકલનાર સાજેદા ટાઈલ્સ વાળા મસુદ આલમ રહે ત્રિપુરા અને મોબાઈલ નંબર ૮૧૪૫૮ ૮૩૨૭૬ નો વપરાશ કરનાર ત્રિપુરાનો રહેવાસી માલ મોકલનાર એમ છ ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
રંગપર નજીક આવેલ   નામના ગોડાઉનમાંથી પોલીસે કફ સીરપનો જથ્થો ૯૦ હજાર બોટલ કીમત રૂ ૧,૮૪,૯૩,૨૦૦ ચોખાની કુલ બોરીઓ નંગ ૬૩૦ વજન કિલો ૧૫૭૫૦ કિલો કીમત રૂ ૪,૪૧,૦૦૦ ટ્રક ટીએસ ૦૬ યુબી ૭૭૮૯ કીમત રૂ ૧૫ લાખ, ૩ મોબાઈલ કીમત રૂ ૧૫ હજાર અને રોકડ રૂ ૭ હજાર સહીત કુલ રૂ ૨,૦૪,૫૬,૨૦૦ ની કિમતનો મુદામાલ જપ્ત કરી આરોપી મનીષ હરિભાઈ ઝાલાવાડિયા તેમજ ટ્રક ચાલક અને ટ્રક ક્લીનરને ઝડપી લીધા હતા તો ગોડાઉન ભાડે રાખી માલ મંગાવનાર રવિકુમાર મહિપત કંડિયા, ત્રિપુરાથી માલ મોકલનાર સાજેદા ટાઈલ્સ વાળા મસુદ આલમ અને મોબાઈલનો વપરાશ કરનાર એમ ત્રણ ઈસમો ફરાર હોય જેથી એ ડીવીઝન પોલીસ ટીમે વધુ તપાસ ચલાવી હતી અને અલગ અલગ ટીમો બનાવી તપાસ ચલાવતા મુખ્ય આરોપી રવિ મહિપત કંડિયાને ઝડપી લેવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News