મોરબી આરટીઓ એકશન મોડમાં, નંબર પ્લેટ વગર ફરતા વાહનચાલકોને લાખોનો દંડ ફટકાર્યો

  • July 13, 2023 12:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઔદ્યોગિક શહેર મોરબીમાં નંબર પ્લેટ વગરના ટ્રક વ્યાપક પણે ચાલતા હોવાની ફરિયાદો ઉઠી હતી. મોટાભાગના ટ્રક ગુજરાત બહારનાહોય છે અને એ ટ્રકમાં શું છે તેની તપાસ આરટીઓ દ્વારા કે પોલીસ તંત્ર દ્વારા કરવામાં ન આવતી હોવાના ગંભીર આક્ષેપો લાગ્યા હતા. એ બાદ જાણે આરટીઓ અચાનક એક્શન મોડમાં આવ્યું હોય તેમ આરટીઓ દ્વારા ગત જુન માસમાં નંબર પ્લેટ વગરના વાહનોને પકડવામાં આવ્યા હોય તેના આંકડાઓ રજૂ કરવામાં આવ્યા હતા અને આ મહિનામાં પણ તા.૧૧ સુધીમાં નંબર પ્લેટ વગર દોડતા વાહનોને અટકાવીને તેમની પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો અને આ કાર્યવાહી આગળના દિવસોમાં પણ ચાલુ રહેશે તેમએઆરટીઓ રોહિત પ્રજાપતિએ જણાવ્યું હતું
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી આરટીઓ દ્વારા નંબર પ્લેટ વગર ફરતા વાહનો પર વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાંઆવી છે. જેમાં ગત જૂન માસમાં આરટીઓ દ્વારા નંબર પ્લેટ વગરના કુલ ૪૬ વાહનોને પકડવામાં આવ્યા છે અને તેમની પાસેથીરૂ.૩,૩૮,૫૮૦નો દંડ વસૂલવામાં આવ્યો હતો. જ્યારે ચાલુ મહિનામાં અર્થાત જુલાઈ માસમાં તા.૧૧ સુધીમાં નંબર પ્લેટ વગર ફરતા કુલ૪૯ જેટલા વાહનોને ઝડપવામાં આવ્યા છે અને તેમની પાસેથી રૂ.૫,૪૭,૩૫૪ના દંડની વસુલાત કરવામાં આવી છે અને આગામીદિવસોમાં પણ આ કાર્યવાહી નિરંતર ચાલુ રાખવામાં આવશે.નોંધનીય છે કે નંબર પ્લેટ વગર ફરતા વાહનો પર અંકુશ આવે એ હેતુસર મોરબી આરટીઓ દ્વારા આ પગલાં ભરવામાં આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application