જન્માષ્ટમીના લોકમેળામાં રાઇડસ માટે જુદા -જુદા ટેસ્ટની કામગીરી ધમધમી

  • August 24, 2024 02:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરમાં જન્માષ્ટમીના લોકમેળામાં રાઇડસ માટે જુદા -જુદા ટેસ્ટની કામગીરી ધમધમી છે અને અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ફાઇનલ ટેસ્ટીંગ બાદ રાઇડસને મંજૂરી આપી દેવાશે. મેળા મેદાનની જમીન ખડકાળ હોવાનું પણ જાહેર થયુ છે. તો બીજી બાજુ પોલીસે પાર્કિંગ વ્યવસ્થા માટેના સ્થળ અને ટ્રાફિક નિયમન માટે ડાયવર્ઝનના ‚ટ પણ જાહેર કર્યા છે.રાઇડસ અંગે કાર્યવાહી
પોરબંદરના મેળા મેદાનમાં ૨૧ જેટલી રાઇડસ ફાઉન્ડેશન વગર ફીટ કર્યાની ફરિયાદ કરવામાં આવતા તંત્ર દ્વારા મેગ્નેટીક ટેસ્ટ, સ્ટેબીલીટી ટેસ્ટ સહિતના જુદા જુદા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને સ્ટ્રકચરની તપાસણી કરવામાં આવી છે.


મેળા કમિટીના અધ્યક્ષ એવા પ્રાંત અધિકારી સંદિપસિંહ જાદવે જણાવ્યુ હતુ કે દરેક રાઇડસની બહાર બેનરો લગાડીને તેમાં નિયમો જાહેર કરવામાં આવશે. જુદા-જુદા પ્રકારની  ચકાસણી પણ થઇ રહી છે તો મેળા સમિતિના સભ્ય એવા આર.એન.બી.ના ઇજનેર રાણાએ જણાવ્યુ હતું કે સોઇલ ટેસ્ટમાં જમીનનુ આંકલન થતા મેળા મેદાનની જમીન હાર્ડ છે. તેથી એન્કરીંગ ટાઇપ ફાઉન્ડેશન મુજબ ફીટ કરવાની કાર્યવાહી આગળ વધી છે. અલગ-અલગ પ્રકારના ટેસ્ટ બાદ રાઇડસ શ‚ કરવાની મંજૂરી આપી દેવામાં આવશે તેમ જણાવીને નિયમોનું પાલન કરાવાતુ હોવાનું પણ ઉમેર્યુ હતુ. નગરપાલિકાના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીએ એવું જણાવ્યુ હતુ કે પોરબંદરવાસીઓ અને મેળામાં ફરવા આવતા લોકોની સુખકારી અને સલામતી માટે તમામ તકેદારી રાખવામાં આવી રહી છે અને સરકારના  તમામ નિયમોનું પાલન કરાવાઇ રહ્યુ છે.



પોલીસ દ્વારા અપાઇ માહિતી
પોરબંદરના જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ માહિતી આપતા પત્રકાર પરિષદ યોજીને જણાવ્યુ હતુ કે આગામી સમય તા. ૨૫-૮-૨૦૨૪થી તા. ૨૯-૮-૨૦૨૪ સુધી પોરબંદર ચોપાટી ખાતે યોજાનાર લેકમેળા સબબ અલગ અલગ મુદાઓને ધ્યાનમાં રાખી તેના નિવારણ માટે પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની અધ્યક્ષતામાં પોરબંદર શહેરના એ.એસ.પી. સાહિત્યા વી.ની સુચના મુજબ આયોજન કરવામાં આવેલ બંદોબસ્તની વિગત આપી હતી.



પાર્કિંગ વ્યવસ્થા
ટુ વ્હીલર તથા ફોર વ્હીલ(કાર) પાર્કીંગ વ્યવસ્થામાં ભનુની ખાંભી પાસે આવેલ કામદાર કેન્દ્રવાળા ગ્રાઉન્ડમાં(ફોર વ્હીલ(કાર) પાર્કિંગ), કનકાઇ માતાજી પાસે આવેલ ગ્રાઉન્ડમાં ફોર વ્હીલ (કાર)પાર્કીંગ, વનરક્ષકની ઓફીસ  પાસે આવેલ ગ્રાઉન્ડમાં  ફોરવ્હીલ, કાર પાર્કિંગ, ઇન્દ્રેશ્ર્વર મંદિર પાસે આવેલ ગ્રાઉન્ડમાં ટુવ્હીલર અને ફોર વ્હીલર (કાર)પાર્કિંગ, પોરબંદર પોલીસ હેડકવાર્ટર સામે આવેલ ડોગ સ્કવોડવાળા ગ્રાઉન્ડમાં ટુ વ્હીલ પાર્કીંગ, ગોઢાણીયા કોલેજ પાસે આવેલ ગ્રાઉન્ડમાં ફોર વ્હીલ કાર પાર્કિંગ, જુની કોર્ટ કમ્પાઉન્ડમાં ટુ વ્હીલ તથા ફોર વ્હીલ કાર પાર્કિગ,  પેરેડાઇઝ ફૂવારા પાસે આવેલ મહાદેવના મંદિરવાળા ગ્રાઉન્ડમાં ટુ વ્હીલ થા ફોર વ્હીલ પાર્કિંગ, નગરપાલિકા મંદિરની  આગળના ગ્રાઉન્ડમાં ટુ વ્હીલ પાર્કીંગની વ્યવસ્થા કરવામાં આવી છે.



ડાયવર્ઝન
વાહન આવક જાવક પર પ્રતિબંધમાં જૂના ફુવારાથી રીલાયન્સ ફૂવારા સુધી (થ્રી વ્હીલર તમામ, ફોર વ્હીલ વાહનો તમામ અન્ય મોટા વાહનો), નવા ફૂવારાથી એસ.ટી. સર્કલ સુધી થ્રી વ્હીલર તમામ, ફોર વ્હીલ વાહનો તમામ અન્ય મોટા વાહનો, દાદુના જીમથી રીલાયન્સ ફુવારા સુધી તમામ પ્રકારના વાહનો, એસ.ટી. સર્કલથી રીલાયન્સ ફૂવારાથી ઓશિયોનિક હોટલથી કનકાઇ સુધી તમામ પ્રકારના  વાહનો, ચોપાટી મેળા મેદાનમાં પ્રવેશવાના તમામ ગેઇટથી અંદર લઇ જવા બહાર લઇ જવા તથા નિકળવાની મનાઇ (તમામ પ્રકારના વાહનો) પર  પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.જુુબેલીપુલ ચાર  રસ્તાથી પોરબંદર સીટી તરફ અંદર આવતા ઝુબેલી પુલ તરફ આવતા રસ્તો (ટુ વ્હીલર તથા થ્રી વ્હીલ સિવાયના તમામ વાહન પર પ્રતિબંધ) ફરમાવાયો છે. ઝુબેલી ચાર રસ્તાથી આવેલ સતીમાના મંદિર પાસે આવેલ બંદર તરફ જતો રસ્તો(ટુ વ્હીલર તથા થ્રી વ્હીલ વાહન સિવાયના તમામ વાહન પર પ્રતિબંધ) છે. માર્કેટ યાર્ડ પાસે આવેલ ખોડીયાર મંદિરવાળો રસ્તો (ટુ વ્હીલર તથા થ્રી વ્હીલ સિવાયના તમામ વાહનો પર પ્રતિબંધ) છે.વન વેમાં કમલાબાગથી જુના ફુવારા સુધી ફકત પ્રવેશ આવવા માટે વન વે, સ્ટેશન ચોકીથી રામ ગેસ્ટહાઉસ સુધી ફકત પ્રવેશે આવવા માટે વન-વે જાહેર થયા છે.



સી-ટીમની કામગીરી
કુલ સી-ટીમની સંખ્યા ૬ છે, સી-ટીમમાં ફાળવેલ અધિકારી, કર્મચારીની સંખ્યામાં પી.આઇ.-૧, પી.એસ.આઇ.-૩, એ.એસ.આઇ. એચ.સી. પી.સી. -૩૦ છે. સી ટીમનો પહેરવેશ પિન્ક કલરનું સી-ટીમના લોગાવાળુ ટીશર્ટ છે.  અને  સી ટીમની ફરજોમાં મેળા ગ્રાઉન્ડમાં રાઉન્ડ ધ કલોક વોક પેટ્રોલીંગ, બંગડીબજારમાં રાઉન્ડ ધી કલોક વોક પેટ્રોલીંગ, લોર્ડઝ  હોટલથી રીલાયન્સ ફૂવારા સુધી સર્કલ રાઉન્ડ ધી કલોક વોક પેટ્રોલીંગ, રીલાયન્સ ફુવરા સર્કલથી પોરબંદર પોલીસ હેડકવાર્ટર ગેઇટ સુધી રાઉન્ડ ધી કલોક વોક પેટ્રોલીંગ કરશે.



સી.સી.ટી.વી.ની સુવિધા 
સી.સી.ટી.વી. કેમરાની વ્યવસ્થામાં મેળા ગ્રાઉન્ડમાં, મેળામાં આવેલ વાહન પાર્કીંગની જગ્યાએ, મેળામાં આવવા જવાના રસ્તાઓ પર, નેત્રમ પ્રોજેકટના કેમેરા શહેરના તમામ મુખ્ય રસ્તા અને એન્ટ્રી પોઇન્ટ પર, પોલીસને ફાળવેલ  બોડી વોર્ન કેમેરાની સંખ્યા-૪૦ છે.
પોલીસ બંદોબસ્ત
પોલીસ  બંદોબસ્તમા ફાળવેલ અધિકારી, કર્મચારી, હોમગાર્ડ, જી.આર.ડી., એસ.આર.ડી., ટી.આર.બી.ની વિગતોમાં ૩  


પાંચ વોચ ટાવર દ્વારા રહેશે બાજ નજર
મેળા મેદાનમાં પાંચ જેટલા વોચ ટાવર લગાડવામાં આવેલ છે. મેળા ગ્રાઉન્ડમાં કુલ પાંચ વોચ ટાવરો લગાડવામાં આવેલ છે.  બે  કવીક રીસ્પોન્સ ટીમ, ચેઇન સ્કેચીંગ સ્કોડ, પીક પોકેટીંગ સ્કોડ, એન્ટી રોમીયો સ્કોડના  પોલીસ સભ્યોમાં પોરબંદર એલ.સી.બી. શાખાના કર્મચારી, પોરબંદર એસ.ઓ.જી. શાખાના કર્મચારી, પોરબંદર પેરોલ ફર્લો શાખાના કર્મચારી, હાર્બર પોલીસ સ્ટેશન, ઉદ્યોગ પોલીસ સ્ટેશન, કમલાબાગ પોલીસ સ્ટેશન,ના  ડી-સ્ટાફના ચુનંદા માણસો ફરજ બજાવશે.
બાયોમેટ્રીક દ્વારા પોલીસની લેવાશે હાજરી
અલગ-અલગ જગ્યાએ બાયોમેટ્રીક મશીન લગાડવામાં આવેલ જેમાં કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે, પોરબંદર પોલીસ અધિક્ષકની કચેરી ખાતે, પોરબંદર જિલ્લા ટ્રાફિક ઓફિસ ખાતે, મેળા કંટ્રોલ રાઉટી ખાતે હાજરી પૂરવામાં આવશે તેમજ  ટ્રાફીક નિવારણ તથા કવીક મેડીકલ રીસ્પોન્સ માટે કુલ નવ જગ્યાએ ટુ વ્હીલર તથા ફોર વ્હીલર પાર્કિંગની વ્યવસ્થા, મેળા ગ્રાઉન્ડમાં ઓન ધ સ્પોટ મેડિકલ કેમ્પની સુવિધા, મેડિકલ સુવિધા માટે કવીક રીસ્પોન્સ ‚ટ નકકી થયો છે.
એલ.ઇ.ડી તથા સાઇનીજ 
પાર્કીંગ પ્રમાણે  એલ.ઇ.ડી. બોર્ડ જેમાં પાર્ક કરેલ વાહનોની સંખ્યા કેટલી ભરેલ છે તેની ટકાવારી પ્રમાણે એલ.ઇ.ડી. બોર્ડમાં આંકડા પ્રદર્શિત કરવા માટે કૂલ બે જગ્યાએ એલ.ઇ.ડી. બોર્ડ લગાવવામાં આવેલ. કમલાબાગ સર્કલ ચાર રસ્તા, વીરભનુની ખાંભી ચાર રસ્તા, પાર્કિગ તથા રોડ આવક જાવકને લગતા સુચના બોર્ડ લગાડવામાં આવ્યા છે.
બે્રથ એનેલાઇઝર તથા એન્ટી વોચ ટીમ
બ્રેથ એનેલાઇઝર તથા એન્ટી વોચ ટીમ પોરબંદર પોલીસ હેડ કવાર્ટરના ગેઇટ પાસે રોડ પર, વ્યાયામ શાળા મેળા એન્ટ્રી-એકઝીટ ગેઇટ પર, ચોપાટી ટી પોઇન્ટવાળા મેળા એન્ટ્રી એકઝીટ ગેઇટ પર, ઓશીયોનીક હોટેલ સામે આવેલા મેળા એન્ટ્રી એકઝીટ ગેટ પર ફરજ બજાવશે અને મેળામાં આવનાર તમામ લોકોનું ચેકીંગ, ફ્રીસ્કીંગ, રાઉન્ડ ધ કલોક મોનીટરીંગ કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application