કોલકાત્તા રેપ–મર્ડર કેસમાં પીએમ રિપોર્ટમાં ખુલાસો પીડિતાના શરીર પર હતા ૧૪થી વધુ ઈજાના નિશાન

  • August 19, 2024 04:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કોલકાત્તાની આરજી કાર હોસ્પિટલમાં તાલીમાર્થી ડોકટર પર થયેલા અત્યાચારને લઈને દેશભરમાં આક્રોશ છે. દરેક લોકો આરોપી સંજય રોયને કડક સજાની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન પીડિતાનો વિગતવાર પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે.રિપોર્ટ અનુસાર, પીડિતાના શરીર પર ૧૪થી વધુ ઈજાના નિશાન હતા. મૃતકના માથા, ગાલ, હોઠ, નાક, જમણા જડબા, દાઢી, ગરદન, ડાબા હાથ, ડાબા ખભા, ડાબા ઘૂંટણ, પગની ઘૂંટી અને પ્રાઈવેટ પાર્ટ પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા.
સાથે જ શરીરના આંતરિક ભાગોમાં પણ ઈજાઓ થઈ હતી. ફેફસામાં લોહીના ગાંઠાઓ બની ગયા છે. પ્રાઈવેટ પાર્ટની અંદર એક સફેદ જાડું ચીકણું પ્રવાહી પણ મળી આવ્યું હતું. તેમજ આરોપીએ પીડિતાનું બંને હાથ વડે ગળું દબાવીને તેનો જીવ લીધો હતો. રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે, આરોપીએ પીડિતાનું અનેકવાર નિર્દયતાથી યૌન શોષણ કયુ હતું. લોહી અને અન્ય સેમ્પલ વધુ વિશ્લેષણ માટે મોકલવામાં આવ્યા છે.
તબીબી નિષ્ણાતોનું કહેવું છે કે, આરજી કાર મેડિકલ કોલેજના પ્રદર્શનકારી ડોકટરો દ્રારા કરવામાં આવેલા દાવા પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર છે. જણાવી દઈએ કે, આ ઘટનામાં અત્યાર સુધી માત્ર એક જ વ્યકિત સંજય રોયની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈ મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ સહિત ઘણા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્યારે દિલ્હી સહિત દેશના ઘણા રાયોમાં નિવાસી ડોકટરો હડતાળ પર છે. ડોકટરોની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર કાયદો બનાવે તેવી માંગ ઉઠવા પામી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application