BREAKING NEWS

જૂનાગઢ તા.પંચાયતની ચૂંટણીમાં ભાજપે સત્તા મેળવવા આપના ત્રણ સભ્યોને ગેરહાજર રખાવ્યા

  • May 26, 2026 10:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢ તાલુકા પંચાયતની ૧૮ બેઠકમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટાઈ થઈ હતી. ગઈકાલે સવારે તાલુકા સેવા સદન ખાતે ચૂંટણી પ્રક્રિયામાં આમ આદમી પાર્ટીના ચાર સભ્યો ગેરહાજર રહયા પૈકી ધરપકડ થયેલા એક સભ્ય હાઈકોર્ટમાંથી હત્પકમ સાથે પોલીસ જાા સાથે ઉપસ્થિત રહ્યા હતા પરંતુ ભાજપે મતદાનમાં બહત્પમતી મેળવી હતી અને જુનાગઢ તાલુકા પંચાયત કબ્જે કરી હતી. પ્રમુખ પદે ઇન્દુબેન ભોજક યારે ઉપપ્રમુખ પદે અંજનાબેન માંની વરણી કરવામાં આવી છે.જૂનાગઢ જિલ્લાની નવ તાલુકા પંચાયતના હોદ્દેદારોની વરણી માટે આજે બેઠક યોજાઇ હતી. હાઈ વોલ્ટેજ ડ્રામા સમાન બેઠક સર કરવા ભાજપ અને આમ આદમી પાર્ટી બંને વચ્ચે શાબ્દિક પ્રહારો થતા હતા. નવ પૈકી છ બેઠકમાં ભાજપ બેમાં આમ આદમી પાર્ટી અને જુનાગઢ તાલુકા પંચાયતની બેઠકમા ભાજપ અને આમ આદમી પાર્ટી બંનેને ૯–૯ બેઠકો મળતા ટાઈ થઈ હતી. ગઈકાલે સવારથી તાલુકા પંચાયતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. તેમજ ચકાસણી બાદ જ તમામ સભ્યોને પ્રવેશ આપવામાં આવ્યા હતા. આજે જુનાગઢ તાલુકા પંચાયતની સાધારણ સભાની બેઠકમાં હોદેદારોની વરણી માટે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, અને તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં તાલુકા પંચાયત કચેરીએ ચૂંટણી બાદ હોદેદારોની વરણી માટે પ્રથમ સાધારણ સભા યોજવામાં આવી હતી. જેમાં સભ્યોની મતદાન પ્રક્રિયામાં આમ આદમી પાર્ટીના ચાર સભ્યો ગેરહાજર પૈકી ધરપકડ થયેલા બગડુુના સભ્ય સંજય પાઘડાર હાઈકોર્ટ સુધી કાનુની લડાઈ લડીને મતદાનમાં ઉપસ્થિત રહ્યા હતા પરંતુ ભાજપે બહત્પમતી સાથે તાલુકા પંચાયત કબ્જે કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application