સનખડામાં પરિણીત પ્રેમીપંખીડા વચ્ચેના મૈત્રીકરાર પસંદ નહીં પડતા હત્યા થઈ હતી

  • July 14, 2023 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉનાના સનખડા ગામના પરિણીત યુવાને પરિણીત મહિલા સાથે મૈત્રીકરાર કરેલ હોય જે મહિલાના પતિ અને મૃતક યુવાનના ભાઈઓને ન ગમતા બન્નેને માણેકપુર ગામના રસ્તા પર જોઈ જતાં મહિલાના પતિ અને ભાઈ મૃતકના ભાઈઓએ ગેરકાયદેસર મંડળી રચી જીવલેણ હુમલો કરી યુવકને પગ, હાથ તેમજ માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્તને સારવાર અર્થે પ્રથમ ઉના બાદમાં રાજકોટ રીફર કરેલ હતો ત્યાં સારવાર મળે તે પહેલા જ રસ્તામાં મોત નિપજયું હતું. આ બનાવ હત્યામાં પલટાતા મહિલાએ તેના પતિ તેમજ મૃતકના સગા બે ભાઈઓ અને બે પિતરાઈ ભાઈઓ સહિત પાંચ શખસો વિ‚ધ્ધ નવાબંદર મરીન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના બનતા જિલ્લા એલસીબી બ્રાંચે ગણતરીની કલાકોમાં જ પાંચેય આરોપીઓને ઝડપી પાડયા હતા. આ અંગેની આગળની વધુ કાર્યવાહી નવાબંદર મરીન પોલીસે હાથ ધરી છે.


સનખડા ગામે રહેતા મૃતક દોલુભાઈ ધી‚ભાઈ ઝાલા અને જીતુબા ઉર્ફે જીજ્ઞા કનુ ઝાલા નામની મહિલા સાથે પ્રેમ સંબંધ હોય બન્ને ઘરેથી ભાગી ગયા હતા. અને બન્નેએ મૈત્રીકરાર કરેલ હોય અને સાથે રહેતા હોય જેથી મહિલાનો પતિ કનુ ભીમા ઝાલા, જીલુ ભીમા ઝાલા દિયર, કથુ ધી‚ ઝાલા તથા વિક્રમસિંહ ધી‚ભાઈ ઝાલા મૃતકનો સગો ભાઈ રહે,. સનખડા તેમજ વિજય ઉર્ફે ઘુઘા ગોહીલ મહિલાનો સગો ભાઈ રહે. સોંદરડી આ તમામ શખસોને ન ગમતા અને દોલુભાઈ અને જીતૂબા બન્ને પોતાના વાડીએ આંટો મારવા ગયેલ હોય જેની જાણ મહિલાના પતિને થતા પાંચેય શખસો મળી ગે.કા. મંડળી રચી એકસંપ કરી માણેકપુર રોડ પર પહોંચી ગયેલ. ત્યાં આ બન્નેને જોઈ જતા તમામ શખસોએ લોખંડનો પાઈપ તેમજ લાકડી જેવા હથીયાર ધારણ કરી દોલુભાઈ પર તુટી પડતા બન્ને પગ, હાથ તેમજ માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. આથી ગંભીર ઈજાગ્રસ્ત દોલુભાઈને પરિવારજનો દ્વારા સારવાર માટે ઉના સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવેલ. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ રીફર કરેલ. ત્યાં પહોંચે તે પહેલા જ રસ્તામાં દોલુભાઈનું મોત થયું હતું. 


આ બનાવ હત્યામાં પલટાતા મૈત્રીકરાર કરેલ મહિલા જીતુબા ઉર્જ્ઞે જીજ્ઞા કનુ ઝાલાએ નવાબંદર મરીન પોલીસમાં તેમના પતિ, દિયર, ભાઈ તેમજ મૃતકના બે ભાઈ મળી કુલ પાંચ શખસો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. 
ગીર સોમનાથ જિલ્લા એલસીબી બ્રાંચના ઈન્ચાર્જ પીઆઈ વી.કે.ઝાલા, પ્રફુલભાઈ વાઢેર, પ્રવિણભાઈ મોરી, રાજુભાઈ ગઢીયા, સંદીપસિંહ ઝણકાટ સહિતની ટીમને સંયુકત બાતમીના આધારે તમામ આરોપીઓને ઝડપી પાડી પુછપરછ કરતા આ હત્યા કરી હોવાનું કબુલાત આપતા આગળની વધુ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા હાથ ધરેલ છે. આ કામગીરીમાં એસઓજી એ.બી.જાડેજા ઉના પીઆઈ ગોસ્વામી, નવાબંદર મરીન પોલીસ પીએસઆઈ વોરા, સર્વેલન્સ સ્કવોડના સી.બી.જાડેજા સહિત અલગ અલગ બ્રાંચની ટીમો જોડાઈ હતી. 

​​​​​​​ઉનામાં ટ્રકચાલક ગાયને હડફેટે લઈ ભાગી છૂટયો 
ઉના : ઉના શહેરમાં દેલવાડા રોડ પર બરફના કારખાન સામે એક અજાણ્યા ટ્રક ચાલક પુરપાટ ઝડપી ચલાવી ગાયને હડફેટે લેતાં લોહીલુહાણ હાલત કરી દીધી હતી અને અજાણ્યા ટ્રક ચાલક અકસ્માત સર્જી નાસી ગયો હતો. ઉના શહેરમાં દેલવાડા રોડ પર આવેલ બરફના કારખાના સામે એક અજાણ્યા ટ્રક ચાલક પુરપાટ ઝડપે ચલાવી દેલવાડા તરફથી આવતો હોય ત્યારે રસ્તાની સાઈડમાં ઉભેલી એક ગાયને ટ્રક ચાલકે હડફેટે લીધી હતી. જેમાં ગાયને પગ તેમજ મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચતા લોહીલોહાણ હાલતમાં નીચે ઢળી પડી હતી. અને આસપાસના લોકોને જાણ થતાં તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયેલ ત્યારે અજાણ્યો ટ્રક ચાલક અકસ્માત સર્જી ત્યાંથી નાસી ગયો હતો. આ અંગેની જાણ સેવાભાવી યુવાનોને થતાં તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી જઈ ઈજાગ્રસ્ત ગાયને પ્રાથમીક સારવાર કરવામાં આવી હતી. આમ ઉના દેલવાડા દીવ રોડ પર તેમજ ઉના શહેરની મધ્યમાંથી બેફામ ચાલતા વાહન ચાલકો સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application