જાહેરનામાની ઐસીતૈસી, ખાનગી ટ્રાવેલ્સની બસ બિંદાસ્તપણે સિવિલ ચોક સુધી પહોંચી

  • December 12, 2023 06:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં ખાનગી ટ્રાવેલ્સ બસોને પણ હવે સાવ પ્રવેશબંધી ફરમાવી દેવાઈ છે અને આજથી પોલીસ એકિટવ બની છે જો કે, ગ્રીનલેન્ડ ચોકડી પાસે કે એ એન્ટ્રી પર કદાચ પોલીસને કાંઈ પડી ન હોય તેમ જાહેરનામાની ઐસીતૈસી કરતી જય સોમનાથ ટ્રાવેલ્સની લકઝરી બસ બિંદાસ્તપણે સિવિલ હોસ્પિટલ ચોક સુધી આજે સડસડાટ કોઈ રોકટોક વિના પહોંચી ગઈ હતી.

ખાનગી બસોને શહેરમાં અત્યાર સુધી એકમાત્ર ૧૫૦ ફટ રિંગરોડ પર બપોરે એકથી સાંજ પાંચ સુધી પ્રવેશ, નિકાસની આંશિક છૂટ હતી. જે પણ હવે બધં કરી દેવાઈ છે. ટ્રાફિક પોલીસ હવે પોલીસ કમિશનરની સૂચનાથી નો એન્ટ્રીના જાહેરનામાનો અમલ કરાવવા દોડતી થઈ છે. ઓલરેડી ખાનગી બસોને ગ્રીનલેન્ડ ચોકડી કે અન્ય મુખ્ય પ્રવેશદ્રાર પર તો સિટીમાં પ્રવેશબંધી હતી જ, જો કે, આ પ્રવેશબંધી કાગળ પર અથવા બોદી પુરવાર થઈ રહી હોય કે ધીયા ઉડયાની માફક આજે બપોરે જ એક વાગ્યાના અરસામાં ખાનગી બસ સડસડાટ ગ્રીનલેન્ડ ચોકડીથી સિટીમાં પ્રવેશી હતી.
ગ્રીનલેન્ડ ચોકડી પરતો ટ્રાફિક પોલીસ, વોર્ડનો હોય જ અને એ સમયે હતા જ છતાં બસ તેમની નજર સામેથી જ નીકળીને કુવાડવા રોડ પર થઈ સિવિલ હોસ્પિટલ ચોક સુધી આવી પહોંચી.
ગ્રીનલેન્ડ ચોકડીથી સિવિલ હોસ્પિટલ ચોક સુધીના માર્ગ પર બસને ન્હોતું કોઈ રોકનારૂ કે ટોકનારૂ. ટ્રાફિક પોલીસના ત્રણ–ત્રણ પોઈન્ટ આવે છે છતાં કયાંક કોઈએ અટકાવી નહીં? ગ્રીનલેન્ડ ચોકડીથી પારેવડી ચોક, કોર્ટ પાસે અને ત્યાંથી સિવિલ હોસ્પિટલ ચોક કયાં કોઈ પોલીસે નજર ન કરી કે આખં બધં કરી.
 નજરે જોનારાઓનું કહેવું હશે કે એક તરફ આજે જ કડક અમલના ફરમાન છૂટયાને બીજી તરફ ઢોલ માહે પોલ જેવું કે શું?




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application