આજે વર્લ્ડ હેપીનેસ ડે : ખુશી વધારતા હોર્મેાન્સને વધારવા આપણા હાથમાં

  • March 20, 2024 02:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજે વિશ્વ સુખાકારી દિવસ છે.ખુશી વધારતા હોર્મેાન્સને વધારવા આપણા હાથમાં છે.આપણાં સુખ કે ખુશીની ચાવી આપણી પાસે રાખવી, અન્ય લોકોના ગમાં અણગમા ની અસર જો આપણાં પર સતત થયા કરે તો આપડા સુખની ચાવી આપણી પાસે નથી.ખુશ રહેવા માટે, શરીરમાં હેપી હોર્મેાનનો ક્રાવ થવો ખૂબ જ જરી છે. આપણા શરીરમાં જ હેપીનેસ ડોઝ આવેલ છે અને તેના વિશે જાણવું ખૂબ જરી છે.આજકાલ જીવનમાં એટલી બધી ધમાલ છે અને એટલી બધી માનસિક તાણ છે કે કદાચ લોકો ખુશ રહેવાનું ભૂલી ગયા છે.વ્યકિત તણાવ અને કામના કારણે પરેશાન છે. તેમની પાસે બેસીને ખુશ રહેવાનો પણ સમય નથી હોતો. આપણા સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું આપણા માટે ખૂબ જ જરી છે. ખુશ રહેવા માટે એ જરી છે કે હેપીનેસ હોર્મેાન્સ આપણા શરીરની અંદર યોગ્ય રીતે ઉત્પન્ન થાય. અહીં એ ચાર હોર્મેાન્સ અને તેને વધારવાના ઉપાયો મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. જોગસણ અને અધ્યાપક ડો. દોશી જણાવી રહ્યા છે


હેપીનેસ હોર્મેાન્સ શું છે?
હેપ્પી હોર્મેાન એ બોલચાલનો શબ્દ છે જેનો ઉપયોગ શરીરમાં અમુક ચેતાપ્રેષકો અને હોર્મેાન્સનું વર્ણન કરવા માટે થાય છે. જે મૂડ અને સ્વાસ્થ્યને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ રસાયણો સુખ, આનદં અને સંતોષની લાગણીઓને અસર કરે છે.સુખી હોર્મેાન્સ ચાર પ્રકારના હોય છે. જેને હેપીનેસ ડોઝ તરીકે પણ ઓળખીએ છીએ. ડોપમાઇન, ઓકસીટોસીન, સેરેટોનિન અને એન્ડોરફીન એન્ડોર્ફિન હોર્મેાન મગજને શાંત અને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. કોઈ કાર્ય પૂર્ણ કર્યા પછી જે ખુશીની અનુભૂતિ થાય છે તે હોર્મેાન ડોપામાઈનને કારણે થાય છે. સંબંધોમાં પ્રેમનું બંધન ઓકસીટોસિન નામના હોર્મેાનને કારણે થાય છે. સેરોટોનિન હોર્મેાન સ્વસ્થ પાચન જાળવવા માટે જવાબદાર છે


હેપીનેસ ડોઝ વધારવાના ઉપાયો

સેરોટોનિન, ફીલ–ગુડ હોર્મેાન, અને એન્ડોર્ફિન્સ, શરીરના કુદરતી પેઇનકિલર્સ છે જે કસરત કર્યા પછી સારા પ્રમાણમાં ક્રવે છે. દોડવું, જોગિંગ કરવું, જીમમાં જવું અથવા અન્ય કોઈપણ પ્રકારની સખત અને સતત શારીરિક પ્રવૃત્તિ આ હોર્મેાન્સનું સ્તર વધારે છે. કસરત કર્યા પછી સામાન્ય રીતે થાક અનુભવી શકાય પણ આખો દિવસ એકિટવ અને ખુશીનો અનુભવ આ હોર્મેાન્સ કરાવે છે. સૂર્યપ્રકાશ એ વિટામિન ડીનો કુદરતી ક્રોત છે, જે સેરોટોનિનની રચનામાં મહત્વની ભૂમિકા ભજવે છે. માઇન્ડફુલનેસ અને ધ્યાનની મૂડને હકારાત્મક અસર કરે છે અને સેરોટોનિન સ્તરમાં વધારો કરે છે. આ કસરતો માત્ર આરામ જ નહીં પરંતુ તણાવ અને ચિંતા પણ ઘટાડે છે.


ચાર હોર્મેાન્સના કાર્યેા
ડોપામાઇન–આ હોર્મેાન આનદં ન્યુરોટ્રાન્સમીટર તરીકે પણ ઓળખાય છે, ડોપામાઇન આનંદની લાગણી વધારવામાં મદદ કરે છે.
ઓકસીટોસિન–જેને ઘણીવાર પ્રેમ હોર્મેાન કહેવામાં આવે છે, ઓકસીટોસિન સામાજિક પ્રવૃત્તિઓ જેમ કે આલિંગન, ચુંબન દરમિયાન રિલીઝ થાય છે. ખાસ બાળક પોતાની માતાને આલિંગન કરે ત્યારે આ હોર્મેાન ખુશીનો અનુભવ કરાવે છે.સેરોટોનિન–ફીલ–ગુડ ન્યુરોટ્રાન્સમીટર તરીકે ઓળખાય છે, સેરોટોનિન મૂડ સ્થિર કરવા અને સુખાકારીને અબુભવવા ફાળો આપે છે. તે ઐંઘ, ભૂખ અને મૂડને નિયંત્રિત કરવામાં સામેલ છે.એન્ડોર્ફિન્સ–એન્ડોર્ફિન્સ પીડા ઘટાડવા અને આનંદની લાગણી બનાવવામાં મદદ કરે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application