પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો થાય તે માટે મ્યુ. તંત્ર દ્વારા બેઠક

  • October 25, 2024 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૪ તથા નિર્મળ ગુજરાત ૨.૦ ની તૈયારીના ભાગરૂપે મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરમાં પ્રતિબંધીત પ્લાસ્ટીકના વેચાણ તથા ઉપયોગમાં ધટાડો થાય તે માટે શહેરમાં જથ્થાબંધ પ્લાસ્ટીકનું વેચાણ કરતા હોલ સેલર વિક્રેતાઓને તથા વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવીને વેસ્ટનો રીયુઝ કરી શકાય તે હેતુ થી સ્વસહાય જુથો સાથેની મિટીંગ  શહેરના  ઝવેરચંદ મેઘાણી મિનિ ઓડીટોરીયમ હોલ સરદારનગર ખાતે આયોજીત કરવામાં આવેલ જેમા વિભાગ દ્વારા પ્રેઝેન્ટેશનના સ્વરૂપે માહિતી રજુ કરીને હાજર રહેલ હોલ સેલર વિક્રેતાઓ અને સ્વસહાય જુથોને પ્રતિબંધીત પ્લાસ્ટીક તથા વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુઓ બનાવીને વેસ્ટના ઘટાડા અને રીયુઝ વિષે અવગત કરાવવામાં આવેલ. મહાનગરપાલિકા દ્વારા ઉક્ત કાર્યક્રમ "ઝીરો વેસ્ટ થીમ પર આધારીત આયોજીત કરવામાં આવેલ હોવાથી કાર્યક્રમમાં ઉપરથીત તમામ શહેરીજનોને વેસ્ટ જનરેટ ન થાય તે મુજબ નાસ્તો આપીને કાર્યક્રમને ઝીરો વેસ્ટ બનાવેલ. શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટીકના વપરાશમાં ઘટાડો થાય અને શહેરીજનો કાપડની થેલીનો જ ઉપયોગ કરે અને ભાવનગર શહેરને સિંગલ યુઝ પ્લાસ્ટીક મુક્ત કરવાના અભિયાનમાં શહેરીજનો યોગદાન આપવા માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application