દહેજની માંગણી કરી નંદાણાની પરિણીતાને ધમકી આપતા સાસરિયાઓ

  • September 15, 2023 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામે હાલ રહેતી અને જગાભાઈ અરજણભાઈ કરંગીયાની 29 વર્ષની પરિણીત પુત્રી જશુબેન દવુભાઈ ચાવડાને તેણીના લગ્ન જીવન દરમિયાન કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા તેણીના પતિ દવુ સવદાસ ચાવડા, સાસુ ઝાંઝીબેન, નણંદ ભાવિશાબેન ઉર્ફે ભાવુબેન સવદાસભાઈ ચાવડા અને શીતલબેન સવદાસભાઈ ચાવડા તથા દેર સચિન દ્વારા તેણીના લગ્ન જીવન દરમિયાન અવારનવાર નાની વાતમાં મેણાટોણા મારી, બિભત્સ ગાળો કાઢ્યાની તથા પરિણીતાને તેણીના સાસુ દ્વારા તું તો ભૂખડ છો, તું કાંઈ જ દહેજ લાવી નથી- તેમ કહી દહેજની માંગણી કરી અને માવતરે જતી રહેવાનું કહી અને જો તેણી માવતરેથી પરત આવશે તો તેને મારી નાખવાની ધમકી આપી, ત્રાસ ગુજાયર્નિી ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. આ પ્રકરણમાં કલ્યાણપુર પોલીસે સ્ત્રી અત્યાચારની જુદી જુદી કલમ તેમજ દહેજ ધારાની કલમ હેઠળ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application