પડધરીના સરપદડના શિક્ષિકા સાથે સાસરીયાઓએ ઝઘડો કરી મારમાર્યો

  • March 24, 2025 10:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
પડધરીના સરપદડ ગામે રહેતા અને પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરનાર મહિલા તેના કાકાજીના પુત્રના લગ્ન લખવાના હોય ત્યા જતા તમે અહીં કેમ આવ્યા કહી સસરા, સાસુ અને જેઠ, જેઠાણીએ મારકૂટ કરી તેને અને તેના પતિ અને માતાને પણ મારકૂટ કરી મારી નાખવાની ધમકી આપી હતી.જે અંગે નોંધાવતા તાલુકા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

પડધરીના સરપદડ ગામે રહેતા અને પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરનાર દર્શનાબેન નિલેશભાઇ રાઠોડ દ્વારા તાલુકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે, તેને કણકોટ ગામે મામાના પુત્ર નિલેશ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. બાદમાં નિલેશનો પરિવાર આ લગ્ન અંગે રાજી ન હોય બાદમાં ત્રણ વર્ષ બાદ નિલેશના પરિવારજનો રાજી થયા હતા.

દરમિયાન કણકોટ ગામે દર્શનાબેનના કાકાજીના લગ્ન લખવાના હોય જેથી તેને બોલાવતા પતિ નિલેશ અને માતા પુષ્પાબેન સાથે કણકોટ ગામે રહેતા કાકાજીના ઘેર ગયા હતા. તે દરમિયાન સસરા મનસુખભાઇ રાઠોડે અહીં શું કામ આવ્યા કહી ઝઘડો કરી મારકૂટ કરી હતી. બાદમાં જેઠ મહેન્દ્ર ત્યા આવી ફડાકા માર્યા હતા અને ફરિયાદીના માતા વચ્ચે સમજાવવા આવતા તેની સાથે પણ મારકૂટ કરી હતી. ત્યાર બાદ સાસુ રતનબેન અને જેઠાણી હેતલબેન પણ આવી જઇ મારામારી કરવા લાગ્યા હતા તેમજ ફરિયાદીના પતિ વચ્ચે આવતા તેને પણ મારકૂટ કરી મારી નાખવાની ધમકી આપી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application