જૂનાગઢમાં રાણાવાવ ચોકમાં વગર નોટિસે દુકાનોના ઓટલા તોડી પડાતા વેપારીઓમાં ભારે નારાજગી

  • January 16, 2023 06:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 જૂનાગઢમાં માર્ગ સલામતી સપ્તાહ ની ઉજવણી વચ્ચે શહેરમાં રાણાવાવ ચોક વિસ્તારમાં વગર વાંકે વેપારીઓના દુકાનોના ઓટલા તોડી  આર્થિક નુકસાની કરવામાં આવતા તંત્રની કામગીરી સામે રોષ ફેલાયો છે . શહેરમાં ઠેર ઠેર ગેરકાયદેસર બાંધકામો અને દબાણો વચ્ચે જુજ વેપારીઓને જ નિશાન બનાવતા તંત્રની કામગીરી સામે વેપારીઓમાં નારાજગી સાથે પ્રશ્નાર્થ સર્જાયો છે .
માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત શહેરમાં તાજેતરમાં જ પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા  સંયુક્ત રસ્તા ઉપર  પાર્ક થયેલા વાહનો અને રખાયેલા બોર્ડ સહિત ની વિવિધ વસ્તુઓને હટાવવા ડ્રાઈવ કરવામાં આવી હતી. જે અંતર્ગત એમજી રોડ થી કાળવા ચોક સુધીના માર્ગો પર કરાયેલી ટ્રાફિક ડ્રાઈવ  કામગીરીમાં રસ્તા ઉપર રહેલા વાહનો અને રખાયેલા બોર્ડ સહિત ને હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. 
​​​​​​​
પરંતુ રસ્તા પર પાર્ક થયેલા વાહન ચાલકોના વાંકે વ્યાપારીઓના નડતર વગરના ઓટલાઓ તોડી પડાતા થયેલ નુકસાની ને લઇ વ્યાપારીઓમાં નારાજગી ફેલાઈ છે. 
રસ્તાની અંદર રહેલ દુકાનો અને હદમાં જ રહેલા ઓટલા ને કારણ વગર તોડી પડાતા શહેરમાં ઠેર ઠેર ગેરકાયદેસર બાંધકામો અને રસ્તાઓ પર જ દબાણો ને હટાવવા ને બદલે તંત્ર કારણ વગર એક જ વિસ્તારના વ્યાપારીઓ  ની દુકાનોને નિશાન બનાવતા થયેલ નુકસાની ને પગલે વ્યાપારીઓએ રોષ સાથે નારાજગી સાથે શહેરમાં ઠેર ઠેર ગેરકાયદેસર દબાણો ને હટાવવા ને બદલે નિયમિત ટેક્સ ભરતા અને નિયમોનું અમલવારી કરતા વ્યાપારીઓને નિશાને બનાવતા ’એકને ગોળ અને એક ને ખોળ’ નીતિ ન રાખી નારાજગી સાથે બિનજરૂરી કનડગત ન કરી નિયમને અમલવારી ન કરતા દબાણોને દૂર કરવા માંગ કરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application