જૂનાગઢમાં ગુરુકુળ પાસે દીપડાની દોડાદોડીથી લોકો ભયભીત

  • December 08, 2023 10:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં દીપડાઓના આટાફેરાના બનાવો વધતા જતા હોય તેમ શહેર મધ્યમાં મોતીબાગ વિસ્તારમાં અક્ષરવાડી આસપાસ દીપડાના આટાફેરાના બનાવથી વન વિભાગે તાબડતોબ પાંજરા ગોઠવ્યા છે. રાની પશુઓ જંગલ મૂકી શહેર તરફ આગળ વધતા લોકોમાં ભય



જૂનાગઢમાં હિંસક દીપડા શહેરમાં પણ ઘૂસવાના બનાવો વધી રહ્યા હોય તેમ થોડા દિવસ પહેલા દોલતપરામાં શેરીમાં રમતા અઢી વર્ષના બાળક પર દીપડાના હુમલા બાદ પાંજરા ગોઠવવામાં આવ્યા છે પરંતુ દીપડો કેદ થયો નથી ત્યાં જ શહેરની મધ્યમાં આવેલ મોતીબાગ વિસ્તારમાં અક્ષરવાડી આસપાસ દીપડાના આટાફેરાથી આસપાસના રહેવાસીઓ અને કોલેજ કેમ્પસના વિદ્યાર્થીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. દીપડાના આટાફેરા અંગે વન વિભાગને જાણ થતાં વન વિભાગની ટીમે કોમ્બિંગ હાથ ધરી બે સ્થળોએ પાંજરા રાખવામાં આવ્યા છે.


આ અંગે વન વિભાગના અરવિંદ ભાલીયાના જણાવ્યા મુજબ પ્રાથમિક અનુમાન મુજબ દીપડો કાળવાના વોકળા તરફથી આવ્યો હોવાનું અનુમાન છે જેને લઇ અક્ષર વાડી પાસે અને આંબાવાડીયા વિસ્તારમાં વન વિભાગની ટીમે પાંજરા ગોઠવવામાં આવ્યા છે જોકે બે દિવસ પહેલાના આ બનાવમાં પાંજરા ગોઠવ્યા બાદ હજુ પણ દીપડો કેદ થયો નથી. પ્રથમ દોલતપરા શહેર મધ્યમાં દીપડાના આટાફેરાથી રાની પશુઓ જંગલ મૂકી હવે શહેર તરફ વધી રહ્યા હોય જેથી લોકોમાં ભય ફેલાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application