ગોંડલના ભંડારિયામાં પિતા-પુત્રે વૃધ્ધ દંપતી સાથે ઝઘડો કરી વૃધ્ધાને લાકડાનો બડીકો માર્યો

  • May 19, 2023 12:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલ તાલુકાના ભંડારીયા ગામે પિતા-પુત્રે વૃદ્ધ દંપતી સાથે ઝઘડો કરી વૃદ્ધાને લાકાડાના બડીકા વડે મારામારી તેમને જમીન પર પછાડી દીધા હતાં.આ અંગે વૃદ્ધની ફરિયાદ પરથી ગોંડલ તાલુકા પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
​​​​​​​
મારામારીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,ગોંડલ તાલુકાના ભંડારીયા ગામે રહેતા ભીખુભાઇ ગોરધનભાઇ કોઠિયા(ઉ.વ ૭૫) નામના પટેલ વૃદ્ધ દ્રારા ગોંડલ તાલુકા પોલીસ મથકમાં નોંધાવવમાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે અહીં ગામમાં જ રહેતા જયેશ મગનભાઇ કોઠિયા અને મગન હરીભાઇ કોઠિયાના નામ આપ્યા છે.વૃદ્ધે પોતાની ફરિયાદમાં જણાવ્યા મુજબ,આરોપી જયેશ કોઠિયા તેમના ઘર પાસે પથ્થર નાખતો હોય જેથી તેને પથ્થર નાખવાની ના કહેતા તે ઉશ્કેરાઇ ગાળાગાળી કરવા લાગ્યો હતો.દરમિયાન તેના પિતા મગન કોઠિયા આવી ગયા હતાં અને તે પણ ગાળાગાળી કરવા લાગ્યા હતાં.તેવામાં આરોપી જયેશે લાકડના બડીકો ઉપાડી ફરિયાદીના પત્નીને મારી દઇ તેમને નીચે પછાડી દીધા હતાં.બાદમાં આ બંને પિતા-પુત્ર ચાલ્યા ગયા હતાં.આ અંગે ભીખુભાઇએ ફરિયાદ કરતા ગોંડલ તાલુકા પોલીસે બંને આરોપી સામે આઇપીસીની કલમ ૩૨૩,૫૦૪,૧૧૪ તથા જીપીએકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application