ચાર દરોડામાં મકાન અને રીક્ષામાંથી રૂા.૧.૪૨ લાખનો દારૂનો જથ્થો મળ્યો

  • June 03, 2024 02:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેર પોલીસ દ્રારા દાના અલગ અલગ ચાર દરોડામાં . ૧.૪૨ લાખનો દા અને વાહન–મોબાઇલ મળી કુલ . ૨.૯૨ લાખનો મુદામાલ કબજે કર્યેા હતો.પોલીસે આ દરોડા દરમિયાન મહિલા સહિત પાંચ આરોપીને ઝડપી લીધા હતાં.જયારે ત્રણના નામ ખુલતા તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
દાના આ દરોડાઓની જાણવા મળતી વિગતો મુજબ, ભકિતનગર પોલીસ મથકનના પી.આઇ એમ.એમ.સરવૈયાની રાહબરી હેઠળ પીએસઆઇ એમ.એન.વસાવા તથા તેમની ટીમ નાઇટ પેટ્રોલીંગમાં હતી દરમિયાન મોડી રાત્રીના બાપુનગર સ્મશાન પાસે પરસાણા નગર મેઇન રોડ પર બગીચા પાસે બે રીક્ષા શંકાસ્પદ હોય જેથી પોલીસે આ રીક્ષામાં તપાસ કરતા એક રીક્ષામાંથી .૨૪ હજારની કિંમતનો ૪૮ બોટલ દા તથા અન્ય રીક્ષામાંથી પણ .૨૪ હજારની કિંમતનો ૪૮ બોટલ દા મળી આવ્યો હતો.પોલીસે ૪૮ હજારનો દા અને બે રીક્ષા સહિત કુલ .૧.૪૮ લાખનો મુદામાલ કબજે કર્યેા હતો.રાત્રીના રીક્ષામાં દાની હેરફેર કરનાર બંને રીક્ષાચાલકને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે.
જયારે અન્ય એક દરોડામાં બી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે મોરબી રોડ જકાતનાકા પાસે જમનાપાર્ક શેરી નં.૧૦ માં ભાડાના મકાનમાં રહેતા જીતેન્દ્ર દેવીલાલ પાલીવાલ(ઉ.વ ૩૦ મૂળ ખેડી તા. ખમનોર,રાજસ્થાન) ના મકાનમાં દરોડો પાડી અહીંથી . ૮૪ હજારનો કિંમતનો દાનો જથ્થો ઝડપી લીધો હતો.પોલીસે દાના આ જથ્થા સાથે જીતેન્દ્ર ઉપરાંત લાલજી બળવંતભાઇ રામાવત(ઉ.વ ૨૮ રહે. સદર બજાર હરીહર ચોક) ને ઝડપી લીધા હતાં.પોલીસે દાનો આ જથ્થો અને મોબાઇલ સહિત કુલ . ૯૪ હજારનો મુદામાલ કબજે કર્યેા હતો.દાના આ પ્રકરણમાં દિનેશ ઉર્ફે સાગર વિજયભાઇ ગૌસ્વામી(રહે. મોરબી રોડ જય જવાન જય કિસાન સોસાયટી શેરી નં.૪) નું નામ ખુલ્યું હતું.જેથી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
આજીડેમ પોલીસ મથકના સ્ટાફે કોઠારીયા સોલવન્ટ પાસે હત્પસૈની ચોક નજીક નારાયણનગર કવાર્ટરમાં રહેતા કુલદીપ શિવુભા વાળાના ઘરમાં દરોડો પાડી અહીંથી . ૯ હજારની કિંમતનો ૧૮ બોટલ દા ઝડપી લીધો હતો.દરોડા દરમિયાન આરોપી હાજર મળી ન આવતા પોલીસે તેની સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. ગાંધીગ્રામ પોલીસ મથકના સ્ટાફે ૧૫૦ ફટ રીંગરોડ માધાપર ચોકડી પાસે જાહેરમાં રોડ શંકાસ્પદ રીક્ષાને અટકાવી તેની તલાશી લેતા તેમાંથી બે બોટલ દા મળી આવ્યો હતો.જેથી પોલીસે રીક્ષામાં સવાર જામનગર રોડ પર બજરંગવાડી પાસે સંજયનગરમાં રહેતા આરીફ અબ્દુલભાઇ હાલા (ઉ.વ ૩૩) અને તેની પત્ની તબસુમ સામે પ્રોહિબિશન એકટની કલમ હેઠળ ગુનો નોંધી . ૪૧ હજારનો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application