દ્રારકા ઉત્સવ અંતર્ગત યોજાયેલ અદભુત ને અજોડ નાટક દ્રારીકાનો નાથ ગુજરાતના પ્રસિધ્ધ માલદે આહિર સહિત જાંબાજ કલાકારોએ બધાને મંત્રમુગ્ધ કરી દીધેલા. રમત ગમત યુવા યુવક સાંસ્કૃતીક પ્રવૃતીઓ વિભાગ – ગાંધીનગર તથા કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતીક પ્રવૃતીઓની કચેરી ગાંધીનગર દ્રારા આયોજીત ગોકુળ આઠમની રઢીયાળી રાત્રે દ્રારકા ઉત્સવ અંતર્ગત અજોડ ને અદભુત કાર્યક્રમ જાણીતા લોક ગાયક માલદે આહીરના કંઠને કલમથી સર્જાયેલ અને સાથે લલીતા ઘોડાદરા અને સાથીવૃંદ તથા નાટકારોએ નાટકમા ભગવાન દ્રારીકાધીશના જનમથી તેના પરમ ભકતો સુધીની યાત્રાનું સૌરાષ્ટ્ર્રની તળ ધરતીની ભાષામા લખાયેલુ અદભુત સીનેમેટીક મેગા નાટક દ્રારીકાનો નાથ રજુ કરેલ .ગુજરાતના અનેક જાંબાજ નાટના કલાકારો, સાથે ખ્યાતનામ ડાયરેકટર આશીફ અજમેરીની સુજથી શણગારાયેલ અને ગુજરાતના પ્રસિધ્ધ સિને કોર્યેાગ્રાફર મેઘા વિઠલાણીના કસબથી તૈયાર કરાયુ હતુ.
આ નાટક અદભુત રીતે રજુઆત પામ્યુ લોકસમુહે બહોળા પ્રમાણમા માણ્યું હતું.ધર્મસંસ્કૃતી અને લોકસંસ્કૃતી સભર કાર્યક્રમને પ્રોત્સાહીત કરવા આપણા સાંસ્કૃતીક વિભાગના મંત્રી મુળુભાઇ બેરા, જીલ્લ ા કલેકટર જી.ટી.પંડા, પ્રાન્ત અધીકારી એચ.બી.બગોરા, જીલ્લ ા પંચાયત પ્રમુખ પી.એસ જાડેજા,ટીડીઓ,મામલતદાર દ્રારકા દેવ સ્થાન સમીતી ચેરમેન રમેશભાઇ હેરમા ,એભાભાઇ કરમુર, જીલ્લ ા પંચાયત ,ડીવાઇડીઓ પરબતભાઇ હાથલીયા,તેમજ આહીર યુવા આગેવાન સંદીપ બેરા સહીત અનેક મહાનુભાવો હાજરી આપી કાર્યક્રમને બીરદાવેલ.કાર્યક્રમને સફળ બનાવવા જીલ્લ ા કલેકટર, અને ડીવાઇડીઓ પરબતભાઇ હાથલીયા સહીત અનેક કર્મચારી મિત્રોએે તડામાર તૈયારી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech