પેરિસ ઓલિમ્પિક્સની સુરક્ષા માટે સૈનિકો ઉપરાંત AI પણ સજ્જ

  • July 22, 2024 04:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​પેરિસ ઓલિમ્પિક્સ 26મી જુલાઈથી શરૂ થઈ રહી છે. આ ટૂર્નામેન્ટ 11 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. વિશ્વભરમાંથી લગભગ 10,500 ખેલાડીઓ ઉપરાંત લાખો ચાહકો પણ આવશે. તેથી આ બધાને જોતા, સુરક્ષા કર્મચારીઓ માટે પડકાર ઉભો થઇ શકે છે. આ સિવાય આ ટૂર્નામેન્ટ પર સાયબર એટેકનો ખતરો છે. પરંતુ ફ્રેન્ચ સરકાર દરેક મુશ્કેલ પડકારનો સામનો કરવા તૈયાર છે. આ માટે સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે સેના અને એઆઈ પોલીસ સાથે મળીને કામ કરી રહ્યા છે.


સોશિયલ મીડિયા પર તેના ઘણા ફોટા અને વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસની ટીમો પેરિસની શેરીઓમાં પેટ્રોલિંગ કરી રહી છે. ફાઈટર જેટ આકાશમાં ઉડી રહ્યા છે અને સેનાની ટુકડીને એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે ઈમરજન્સીના સંજોગોમાં તેઓ કોઈપણ સ્પોર્ટ્સ વેન્યુ પર પહોંચી શકે. અગાઉ ઉદઘાટન સમારોહ દરમિયાન સૌપ્રથમ સીન નદીનો કિનારો ખુલ્લો રાખવાની યોજના હતી પરંતુ હવે બંને કિનારે સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે યુક્રેન અને ગાઝામાં ચાલી રહેલા યુદ્ધ અને વધતા આંતરરાષ્ટ્રીય તણાવ વચ્ચે પેરિસ ગેમ્સ માટે લગભગ 10,000 સૈન્ય જવાનો સાથે 45,000 પોલીસ તૈનાત કરવામાં આવી છે.


સીન નદી પાસે ઉદ્ઘાટન સમારોહનું આયોજન થવાનું છે. માટે  સીન નદીની આસપાસના 150 કિલોમીટરના વિસ્તારને નો ફ્લાય ઝોન જાહેર કરવામાં આવશે. આ સાથે AI સોફ્ટવેરથી સજ્જ કેમેરા પણ કોઈપણ સંભવિત ખતરાનો સામનો કરવામાં મદદ કરશે, આ મામલે ફ્રાન્સને 40 થી વધુ દેશોની મદદ પણ મળી રહી છે. જેણે 1900 થી વધુ પોલીસ ફોર્સ મોકલી છે.


આ અંગે ગૃહમંત્રી ગેરાલ્ડ ડારમેનિને કહ્યું કે અમે ખાસ કરીને રશિયન અને બેલારુસિયન નાગરિકોની સંપૂર્ણ તપાસ કરી રહ્યા છીએ. તેઓને ઉદ્ઘાટન સમારોહ અને રમતોથી પણ દૂર રાખવામાં આવી રહ્યા છે. કેટલાક કિસ્સાઓમાં પોલીસ તેમના ઘર અને ક્મ્પ્યુટરની પણ તપાસ કરી રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application