ક્ષણભરમાં લગ્નની ખુશી માતમમાં છવાઈ..લગ્નમાં ડાન્સ કરતા-કરતા ધડામ દઇને યુવક ઢળી પડ્યો,જુઓ વિડીયો

  • February 27, 2023 11:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતમાં કોરોના પછી, હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટના કેસ ઝડપથી વધી રહ્યા છે, ખાસ કરીને યુવાનોમાં. હવે તેલંગાણાથી એક સમાચાર સામે આવ્યા છે. અહીં શનિવારે રાત્રે 19 વર્ષનો યુવક તેના સંબંધીના લગ્નમાં પહોંચ્યો હતો. યુવાનો ઉજવણીના મૂડમાં હતા અને મહેમાનોની હાજરીમાં ગીત પર ડાન્સ કરી રહ્યા હતા. ડાન્સ કરતી વખતે અચાનક તે બેભાન થઈ ગયો. પરિવારજનો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.


 મૃતકની ઓળખ મુત્યમ તરીકે થઈ છે. મુત્યમ મહારાષ્ટ્રનો વતની હતો. તે હૈદરાબાદથી લગભગ 200 કિલોમીટર દૂર નિર્મલ જિલ્લાના પારડી ગામમાં એક સંબંધીના લગ્નના રિસેપ્શનમાં પહોંચ્યો હતો. આ પ્રસંગે તે ડાન્સ કરી રહ્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મુત્યમ સફેદ શર્ટ પહેરીને ડાન્સ કરી રહ્યો હતો, અચાનક તે પડી જાય છે અને થોડો ઊભો થવાનો પ્રયાસ કરે છે, ત્યારે એક વ્યક્તિ તેની પાસે પહોંચે છે અને તેને ઉઠાવવાનો પ્રયાસ કરે છે.

​​​​​​​

ડૉક્ટરોએ કહ્યું કે યુવકને મોટા પાયે કાર્ડિયાક અરેસ્ટ થયો હશે, જેના કારણે તેનું મોત થયું છે. જણાવી દઈએ કે તેલંગાણામાં ચાર દિવસમાં આ બીજી ઘટના છે. આ પહેલા 22 ફેબ્રુઆરીએ હૈદરાબાદમાં જિમ વર્કઆઉટ દરમિયાન 24 વર્ષીય પોલીસ કોન્સ્ટેબલનું કાર્ડિયાક અરેસ્ટથી મૃત્યુ થયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application