BREAKING NEWS

મોરબીમાં જમીન વિવાદમાં ભત્રીજાએ કાકાની હત્યાનો કારસો રચી બનાવ અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ

  • July 09, 2026 10:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીના જીકીયારી ગામે રહેતા પ્રાણજીવનભાઈ ત્રિભોવનભાઈ બાવરવા (ઉ.વ.૬૫) વાળાએ અજાણ્યા સ્કોર્પીઓ કારના ચાલક વિદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. ૧૫ ના રોજ ફરિયાદી પ્રાણજીવનભાઈ અને તેનો પુત્ર મેહત્પલ બાઈક જીજે ૦૩ ડીએચ ૫૧૦૯ લઈને મોરબી કોર્ટ મુદતે આવ્યા હતા અને કોર્ટ મુદત પૂરી કરીને સાંજે ઘરે જતા હતા ત્યારે નીચી માંડલ ગામ અને વાંકડા ગામ વચ્ચે અજાણ્યા સ્કોર્પીઓ કાર ચાલકે પુરઝડપે ચલાવી બાઈકને પાછળથી ઠોકર મારી હતી જે અકસ્માતમાં ફરિયાદી પ્રાણજીવનભાઈ અને તેના પુત્ર મેહત્પલને ઈજા પહોંચી હતી અકસ્માત બાદ પોતાની કાર લઈને કારચાલક નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી
અકસ્માતમાં ઈજા પામનાર મેહત્પલ પ્રાણજીવનભાઈ બાવરવા અને અન્યના નિવેદન લેતા અકસ્માત બાદ સ્કોર્પીઓ કાર તેની પાછળ આવતી હતી અને થોડીવારમાં કાર ચાલક તેની સાથે અકસ્માત કરી દીધેલ બાદમાં આગળ જઈને ઉભી રાખેલ ગાડીમાં ગામનો હરેશ ઉર્ફે હર્ષદ દેવજીભાઈ સુરાણી હતો અન રસ્તામાં બીજા વાહનો આવી જતા ગાડી લઈને જતા રહ્યા હોવાનું જણાવેલ ફરિયાદીના બાપ દાદાની જમીનમાં ફરિયાદી અને તેના ભાઈ ભુદર વચ્ચે કોર્ટ કેસ ચાલતો હતો અને ભુદરભાઈની દીકરી હેતલબેને વિલ કરી હતી જેમાં અકસ્માત થયેલ ત્યારે ગાડીમાં હાજર હરેશ દેવજી સુરાણી તેમાં જામીન રહેલ જેથી હરેશભાઈને ભુદર અને તેના દીકરા ભાવેશભાઈ સાથે ગાઢ સંબધં હતા જેથી હરેશ સુરાણીએ મેહત્પલના કાકાના દીકરા ભાવેશના કહેવાથી પિતા–પુત્રને મારી નાખવાના ઈરાદે ઠોકર મારી હોવાનો શક વહેમ હોવાથી તે દિશામાં તપાસ થાય તો સત્ય બહાર આવે તેમ જણાવ્યું હતું.
જેથી પોલીસે તપાસ કરતા સ્કોપીઓ ગાડી નીચી માંડલ ગામની આજુબાજુ બપોરે અઢી ત્રણ વાગ્યે પિતા–પુત્ર કોર્ટ મુદતથી પરત આવે તેની રાહ જોતા હતા જે અંગે સીસીટીવી ફટેજ મળી આવેલ અને કાર નીચી માંડલ ગામ આસપાસ ફરતી જોવા મળી હતી પિતા–પુત્ર બાઈક લઈને નીકળતા તુરતં તેની પાછળ જાય છે અને નક્કી કરેલ જગ્યાએ મારી નાખવાના ઈરાદે ટક્કર મારી નાસી જાય છે પોલીસે આરોપી જગદીશ ખીમજી મકવાણા રહે તા. રાપર કચ્છ, હરેશ દેવજીભાઈ સુરાણી રહે જીકીયારી તા. મોરબી અને ભાવેશ ભૂદર બાવરવા રહે જીકીયારી તા. મોરબી એમ ત્રણને ઝડપી લીધા હતા ગુનામાં વપરાયેલ સ્કોર્પીઓ કાર જીજે ૦૧ કેઆર ૮૩૯૨ કીમત  ૪ લાખ વાળી કબજે લેવામાં આવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News