BREAKING NEWS

ઉનામાં દારૂ પીવા માતાએ પુત્રને પૈસા ન આપતા ધોકાથી માર માર્યેા

  • May 19, 2026 09:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉના તાલુકાના ઝાંખરવાડા ગામે રહેતા જશુબેન જમનાદાસ સોલંકીના પતિનું અવસાન થયેલ છે અને સંતાનમાં બે દીકરી અને એક દીકરો ચેતન છે. ચેતન દા પીવાની ટેવ વાળો છે રાત્રિના ચેતને માતાને દા પીવા પિયા માંગતા માતા જશુબેન પિયા આપવાની ના પાડતા ચેતન ઉશ્કેરાઈ જઈ માતા જશુબેનને ઘરમાં પડેલ લાકડાના ધોકા વડે આડેધડ માર માર્યેા હતો અને માતા બેભાન થઈ લોહી લુહાણ હાલતમાં પડી બેભાન થઈ ગયા હતા. તેમને તુરતં ઉના હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તબીબે માતાની હાલત ગંભીર હોવાનું જણાવ્યું હતું અને વધુ સારવાર માટે ભાવનગર લઇ જવામાં આવ્યા છે. હોસ્પિટલમાં કપાતર દીકરો ચેતન પણ હાજર હતો તેમના મુખ ઉપર માતાને મારવાનો કોઈ અફસોસ કે પસ્તાવો દેખાતો ન હતો અને કહેતો હતો કે માતા એ દા પીવા પિયા ના આપતા મારી હતી. પોલીસે કલયુગના કપાતર પુત્ર ચેતનને અટક કરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application