વીછિંયાના ઉગમણીબારી ગામે વ્યાજખોર બેલડીનો વૃધ્ધ પર ધોકા, પાઈપથી હુમલો

  • November 20, 2023 12:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વીંછિંયાના ઉગમણીબારી ગામે રહેતા ઈસ્માઈલભાઈ જમાલશા શામદાર ઉ.વ.૬૦ નામના વૃધ્ધ પર આંકડિયા ગામની વ્યાજખોર બેલડી પ્રદિપ નનકુભાઈ ધાધલ તથા પ્રદિપ દિનેશભાઈ ચાવડાએ લાકડી, પાઈપ ફટકારીને હુમલો કર્યાનો બનાવ વીંછિયા પોલીસ મથકે નોંધાયો છે.


ફરિયાદની વિગતો મુજબ વીંછિયા પોલીસ મથકે નોંધાયો છે.
ફરિયાદની વિગતો મુજબ મજુરી કામ કરતા ઈસ્માઈલભાઈએ પ્રદિપ ઘાઘલા પાસેથી ચાર માસ પહેલા તા.૨૦-૭ના રોજ ૫૦૦૦ ‚પિયા મહિને ૮૦૦ના વ્યાજના દરે વ્યાજે લીધા હતા. બાદમાં કટકે કટકે નાણા વ્યાજે લીધા અને રોજિંદા વ્યાજની રકમ ચડત થવા લાગી અને રોજ વ્યાજ આપવા ધમકાવતા હતા.


સમયસર વ્યાજ ચૂકવાતુ હતું પરંતુ વ્યાજના ૧૦ દિવસે ૮૦૦ ‚પિયાનો હપ્તો ચૂકવાયો નહતો. કટકે કટકે કૂલ ૫૨૦૦૦ ‚પિયા વ્યાજે લેવાય ાહતા. વ્યાજનો હપ્તો ન ચૂકવાતા પ્રદિપે ઈસ્માઈલભાઈને ફોન કરતા હાલ નાણાની વ્યવસ્થા નથી થોડાક દિવસ પછી આપીશ કહેતા બન્ને વચ્ચે ફોનમાં બોલાચાલી થઈ હતી. 
દશ દિવસ પૂર્વે તા.૯-૧૧ના રોજ બન્ને શખસો રાત્રે ઈસ્માઈલના ઘરે ધસી આવ્યા હતા. ઈસ્માઈલને ઘરની બહાર બોલાવી લાકડી, પાઈપના ઘા ફટકારી હુમલો કર્યો હતો. પગમાં ઈજા થઈ હતી. ઈસ્માઈલે તેના ભાઈને ફોન કરતા તે તથા ભત્રીજો દોડી આવ્યા હતા અને સારવારમાં ખસેડયા હતા.
​​​​​​​
પગમાં ઈજા વધુ હોવાથી રાજકોટ સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. એ દરમિયાન હુમલાખોર તથા ઈસ્માઈલ વચ્ચે સમાધાનની વાત ચાલતી હતી. સમાધાન ન થતાં ઈસ્માઈલભાઈ દ્વારા ૧૦ દિવસ બાદ બન્ને વિ‚ધ્ધ વીંછિયા પોલીસ મથકે ગુનો નોંધાવતા પોલીસે બન્નેની ધરપકડની જવીજ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application