જામજોધપુરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને પ્રચાર કરતા રોકવામાં આવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પ્રચાર પ્રસાર માટેના વાહનને અટકાવી તેમાં રહેલા પોસ્ટર વગેરેને ફાડી નાખી નુકસાની પહોંચાડવા અંગે તેમજ પ્રચાર કરતા રોકી સ્પીકર બંધ કરાવી ધાક ધમકી આપવા અંગે ૧૧ શખસો સામે ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે, જામજોધપુર તાલુકાના સીદસર ગામમાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમના પ્રચાર માટેનું જીજે-૧૦ ટીએકસ-૫૧૫૦ નંબરનું વાહન પ્રચાર પ્રસાર માટે નીકળ્યુ હતું, દરમિયાન સવારે ૯-૦૦ વાગ્યાના અરસામાં ગામના પાદરમાં ૧૧ જેટલા શખસોએ વાહનને રોકયુ હતું, અને પ્રચાર કરતા અટકાવી તેમાં હાજર રહેલા કાર્યકર્તાઓને ધાકધમકી અપાઇ હતી અને સ્પીકર બંધ કરાવ્યું હતું, તેમજ તેમાં રહેલા બેનર-પોસ્ટર વગેરે પણ ફાડી નાખી નુકસાની પહોંચાડવામાં આવી હતી અને વાહનને ફરીી જામજોધપુર તરફ જવા દેવાયું હતું. આખરે આ મામલો જામજોધપુર પોલીસ મકમાં લઇ જવાયો હતો અને મેઘપર આંબરડી ગામના વતની અને તાલુકા ભાજપના મહામંત્રી ભાયાભાઇ દેવાણંદભાઇ બંધીયાની ફરિયાદના આધારે ઘનશ્યામસિંહ મનુભા વાળા, હરદેવસિંહ વિક્રમસિંહ, રવિરાજસિંહ દિલુભા, જીતેન્દ્રસિંહ રતુભા તેમજ અન્ય સાત જેટલા અજાણ્યા માણસો સહિત કુલ ૧૧ શખસો સામે આઇપીસી કલમ ૩૪૧, ૪૨૭, ૧૧૪ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. જે બનાવને લઇને ભારે ચર્ચા જાગી છે.
ભાજપ સામેના વિરોધમાં જામનગર જિલ્લામાં આક્રમકતા વધુ દેખાઈ રહી છે. હવે પોલીસ પણ ચૂંટણીના મતદાનના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે કડક વલણ તરફ જઈ રહી છે. જામનગરમાં ગુનાઓ નોંધવાની શઆત ઈ છે. વોર્ડ નં.૬માં ૧૦૦ વ્યક્તિ સામે પણ તોડફોડ, નુકસાન કર્યાનો ગુનો નોંધાયો છે. ત્યારબાદ જામજોધપુરના સિદસરમાં ફરિયાદ ઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાંગ્લાદેશમાં ટોળાએ એરબેઝ પર કર્યો હુમલો, સૈનિકોએ અનેક રાઉન્ડ ગોળીબાર કરતા એકનું મોત, અનેક ઘાયલ
February 24, 2025 03:55 PMડેંગ્યુ, ટાઇફોઇડ, કમળો સહિતના ૧૯૪૬ કેસ; તાવથી બાળકનું મૃત્યુ
February 24, 2025 03:48 PMજેતપુર–રાજકોટ સિકસલેન રોડના કામમાં યોગ્ય ડાયવર્ઝનના અભાવે દિવસભર ટ્રાફિકજામ
February 24, 2025 03:46 PMખોદકામ કરી છ માસથી રસ્તા કામ રઝળાવ્યું લતાવાસીનું ટોળું મહાપાલિકામાં ધસી આવ્યું
February 24, 2025 03:44 PMસગીરાને સાહિલ ભગાડી ગયો: લવ જેહાદની શંકા
February 24, 2025 03:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech