શાપરમાં લગ્નની લાલચે યુવતી પર કારખાનેદારે વારંવાર દુષ્કર્મ આચર્યું
શાપરમાં લગ્નની લાલચે યુવતી પર કારખાનેદારે વારંવાર દુષ્કર્મ આચર્યું
April 16, 2026 07:57 PM
રાજકોટ શાપરમાં કામે આવતી યુવતીને લગ્નની લાલચ આપી કારખાનેદારે તેના પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં કારાખાનેદારે યુવતીને તરછોડી દેતા યુવતીએ આ અંગે શાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી રાજકોટના કારખાનેદારને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.બનાવ અંગે યુવતીએ નોંધાવેલી ફરિયાદને ટાંકી પોલીસે આપેલી વિગતો મુજબ, મૂળ બિહારની વતની અને છેલ્લા ઘણા સમયથી શાપરમાં રહી મજૂરી કામ કરતી ૧૯ વર્ષથી યુવતીએ પોલીસ મથકે આવી ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોતે જણાવ્યું હતું કે, તે છેલ્લા કેટલાય સમયથી શાપરમાં રહે છે અને અહીં તે હાલ રાજકોટ રહેતા કલ્પેશ પટેલ નામના શખસના કારખાનામાં મજૂરી કામે જતી હતી ત્યારે કલ્પેશ પટેલ તેમની સાથે વાતચીત કરતો હતો જેથી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જે બાદ આરોપીએ તેમની સાથે જ લગ્ન કરશે તેમ કહી લગ્નની લાલચે કારખાના સહિત અલગ અલગ જગ્યાએ યુવતી સાથે એકથી વધુ વાર દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ યુવતીએ આરોપીને લગ્ન કરવાનું કહેતા આરોપીએ તેમને તરછોડીને લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જે અંગે અંતે યુવતી પોલીસ પાસે પહોંચી હતી અને ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી શાપર પોલીસે દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.