રાણાવાવમાં પચાસ હજાર પિયાની ઉઘરાણી પ્રશ્ર્ને પિતા-પુત્ર ઉપર સગાભાઇ સહિત ત્રણ શખ્શોએ ઘાતક હુમલો કરીને હત્યાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
રાણાવાવના કસ્બાતી જમાતખાના પાસે રહેતા અને મજૂરીકામ કરતા શાહિદ હુસેન આમદમીયા મુલ્લા નામના ૪૫ વર્ષના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેનો નાનો ભાઇ આરિફ આમદમીયા મુલ્લાનું દુબઇ ખાતે કામ ચાલતુ હતુ તેથી આરિફ સાથે શાહિદે પોતાના દિકરા શબીરને કામ અર્થે ત્રણ મહિના પહેલા દુબઇ મોકલ્યો હતો અને ૧૫ દિવસ પછી તેમનો દીકરો ઘર આવતા એવુ જણાવ્યુ હતુ કે તેને પચાસ હજાર રૂપિયા આરિફ કાકા પાસેથી લેવાના છે તે મને રૂપિયા આપતા નથી અને મારો ફોન પણ તેમણે પાસે રાખી લીધો છે અને સબીર આરિફકાકા પાસે રૂપિયાની ઉઘરાણી કરતો હતો તેનુ મનદુખ રાખીને હુમલો થયો છે.
જેમાં તા. ૨૪-૯ના શાહિદ હુસેન રાત્રે તેના ઘર બહાર બેઠો હતો ત્યારે તેનો ભાઇ આરિફ આમદમીયા તથા અખ્તર ઉર્ફે વાગડ શૈયદ અને આસીફ સતાર મુલ્લા ત્રણેય ઇસમો ઇકો કાર લઇને ત્યાં આવી પહોંચ્યા હતા અને રાત્રે એકાદ વાગ્યે ગાળો દઇ ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા અને ‘હવે તારા દીકરાએ કે તે રૂપિયાની ઉઘરાણી કરી તો મારી નાખીશું’ તેવી ધમકી આપી હતી અને ત્યારબાદ ઘરના ડેલામાં ધક્કો મારી ઉપરથી દરવાજો બંધ કરી જતા રહ્યા હતા. એ પછી રાત્રે અઢી વાગ્યે ફરીયાદીનો દીકરો શબીર હુસેન ઘરે આવ્યો ત્યારે વાત કરી કે તે પાનની દુકાને હતો ત્યારે આરીફકાકા, અખ્તર શૈયદ અને આસીફ સતારે ‘તુ અમારી સાથે ચાલ, પૈસાની લેતી દેતી પૂરી કરી નાખીએ’ તેમ કહીને કારમાં લઇ ગયા હતા અને ત્યારબાદ ઘરની બાજુમાં ઉતારીને ‘તને રૂપિયા આપવાના થતા નથી. તારે જે કરવું હોય તે કર’ કહીને ઢીકાપાટુનો માર મારી હત્યાની ધમકી આપી હતી. આથી બંનેએ સરકારી હોસ્પિટલે સારવાર લીધા બાદ ત્રણે ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોડીનાર કેફેના મારામારીના બનાવમાં સામા પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવી
November 23, 2024 10:46 AMસૌરાષ્ટ્રમાં એક માત્ર જામનગર શહેર કે જયાં મોટા ભાગના ટ્રાફીક સીગ્નલો બંધ !!!
November 23, 2024 10:44 AMહળવદમાં ચાલતા ગેરકાયદેસર નોનવેઝના હાટડા દૂર કરવા ન.પા.એ નોટિસ ફટકારી
November 23, 2024 10:43 AMપ્રજાલક્ષી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય માટે એઆઈ ટેકનોલોજી અસરકાર
November 23, 2024 10:41 AMમહારાષ્ટ્રમાં મહાયુતિને લીડ ઝારખંડમાં JMM+
November 23, 2024 10:31 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech