ફી મુદ્દે બઘડાટી : રાજકોટમાં વાલીએ કલાસિસના સંચાલકને ફડકાવાળી કરી

  • August 30, 2023 10:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફી મુદ્દે બઘડાટી : રાજકોટમાં વાલીએ કલાસિસના સંચાલકને ફડકાવાળી કરી


રાજકોટ શહેરમાં ફી ભરવાના પ્રશ્ને વાલીએ ક્લાસીસના સંચાલકને ફડાકાવાળી કરી હોવાનું સામે આવ્યું છે. ફી ભરવાના મુદ્દે વાલીએ પહેલા માથાકૂટ કરી અને ત્યારબાદ ગમે તેને બોલાવવા હોય તેને બોલાવી લેજે કહીને ક્લાસીસમાં તોડફોડ પણ કરી હતી. બનાવને પગલે ભક્તિનગર પોલીસે ગુનો દાખલ કરી આરોપી દંપતીની શોધખોળ હાથ ધરી છે.   


બનાવની વિગત અનુસાર, કોઠારીયા રોડ પર શ્રી ગ્રુપના નામે ટ્યુશન ક્લાસીસ ચલાવતા અજય શાહે ફરિયાદ નોંધાવી છે કે, તેના ટ્યુશન ક્લાસીસ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પાસે ₹14500 ફીની ઉઘરાણી કરી હતી જેથી તેની માતા માધુરીબેન નો ફોન આવ્યો અને કહ્યું હતું કે, ફી દિવાળી પછી ભરી દેશું. અજય શાહે ફી અત્યારે જ ભરવાનું કહેતા વિદ્યાર્થીના વાલી ઉગ્ર બન્યા હતા અને ફીટો દિવાળી પછી જ આપીશ તેવું કહ્યું હતું. ટ્યુશન ક્લાસીસના સંચાલકે વિદ્યાર્થીને ભણાવવાની ના પાડતા વિદ્યાર્થીના પિતા ઉગ્ર બન્યા અને ક્લાસીસમાં આવી ટ્યુશન ક્લાસીસના સંચાલકને ભડાકા ઝિંક્યા હતા. ટ્યુશન ક્લાસીસના સંચાલકને ઇજા થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા હાલ આરોપી દંપતિ ની શોધખોળ ચાલી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application