રાજકોટ માર્કેટ યાર્ડમાં શાકભાજીની આવકો બમણી અને ભાવ અડધા

  • August 21, 2024 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે વહેલી સવારે શાકભાજીની હરરાજીમાં ખેડૂતો ઉમટી પડા હતા. એકંદરે આજે શાકભાજીની આવકો બમણી અને ભાવ અડધા થઇ ગયા હતા.
વિશેષમાં શાકભાજી વિભાગના વેપારી અશોકભાઇ ડોબરીયાએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ચોમાસાના ચાર મહિના શાકભાજી મોંઘું રહેતું હોય છે અને શિયાળાના પ્રારંભથી સસ્તું થતું હોય છે પરંતુ છેલ્લા એકાદ મહિનાથી વરસાદ ન હોય ખેડૂતોને ખેતર– વાડીઓમાંથી શાકભાજી ઉપાડવા તેમજ યાર્ડ સુધી લાવવાનું સરળ બનતા શાકભાજીની આવકો સતત વધી રહી છે અને આવકો વધવાને કારણે ભાવ ઘટી રહ્યા છે. તદઉપરાંત હાલ શ્રાવણ માસમાં વ્રતો અને તહેવારોમાં થતા ઉપવાસ–એકટાણામાં બટેટાનો વપરાશ વધુ થતો હોવાને કારણે શાકભાજીમાં લેવાલી ઓછી રહે છે.
અત્રે નોંધનીય છે કે માર્કેટ યાર્ડની હરરાજીમાં ભાવ ઘટે તો પણ શહેરની રિટેઇલ શાક માર્કેટસમાં તો ઉંચા ભાવ જ યથાવત રહે છે તેમજ સોસાયટીમાં શાકભાજી વેંચવા આવતા રેંકડીધારક ફેરિયાઓ પણ ઉંચા ભાવ જ વસુલે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application