રાજકોટ શહેર મેટ્રોસીટી તરફ પગરવ કરી રહ્યું છે સાથોસાથ દારૂ તો ઠીક ડ્રગ્સ કે આવી બદીઓ પણ વધી રહી છે. પોલીસ સમયાંતરે ગાંજો, એમડી ડ્રગ્સ પકડી રહી છે. સાથે ચરસ પણ વેચાતું હોય તેમ ગતરાત્રે એસઓજીએ ઓટોરીક્ષામાં બે શખસોને ૫,૯૪,૭૫૦ની કિંમતના ૩.૯૬૫ કિલોગ્રામ ચરસના જથ્થા સાથે પકડી પાડયા છે.
શહેરના ભાવનગર રોડ પર માદક પદાર્થ ચરસના જથ્થા સાથે બે શખસો હોવાની એસઓજીના હેડ કોન્સ્ટેબલ ફિરોજભાઈ રાઠોડ તથા હાદિર્કસિંહ પરમારને માહિતી મળી હતી. જેના આધારે પીઆઈ એસ.એમ.જાડેજા, પીએસઆઈ એમ.બી.માજીરાણા, એએસઆઈ ધર્મેશભાઈ ખરે, વિરેન્દ્રસિંહ જાડેજા, કૃષ્ણસિંહ જાડેજા સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી.
પોલીસે જીજે૩સીટી ૨૨૪ નંબરની ઓટો રીક્ષા અટકાવી હતી. જેમાંથી ૩.૯૬૫ કિલોગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો હતો. રીક્ષામાં જથ્થો લઈને આવેલા રાજકોટમાં લલુડી વોંકળી પાસે ધોબી ચોકની બાજુની શેરી લોહાર વાડી પાસે રહેતા ઉત્તરપ્રદેશના વતની પરપ્રાંતીય શબ્બીર સલીમ શેખ ઉ.વ.૩૨ તથા તેની સાથે રહેલા કોટડાસાંગાણીના અરડોઈ ગામના અને હાલ રાજકોટમાં સહકાર સોસાયટી મેઈન રોડ પર કલ્યાણ સોસાયટી શેરી નં.૧માં રહેતા અક્ષય કિશોરભાઈ કથરેચા ઉ.વ.૨૭ને પકડી પાડયા હતા.
બન્ને પાસેથી બે મોબાઈલ ફોન મળી આવતા ફોન, રીક્ષા અને ચરસનો જથ્થો મળી કુલ રૂા.૬,૫૯,૭૫૦ની કિંમતનો મુદ્દામાલ કબજે લેવાયો હતો. એફએસએલ અધિકારી એસ.એચ.ઉપાધ્યાયે પકડાયેલો માદક પદાર્થ ચરસ હોવાનો પ્રાથમીક પરીક્ષણ અભિપ્રાય આપતા બન્ને વિરૂધ્ધ થોરાળા પોલીસ મથકમાં એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધાવાયો હતો. નશાની ટેવવાળા અને ખર્ચેા કાઢવા તેમજ કમાણી કરવા માટે ચરસનો જથ્થો લઈ આવી છૂટકમાં વેચતા હોવાની પોલીસને આશંકા છે. અન્ય કોઈ સંડોવાયા છે કે કેમ ? તે સહિતના મુદ્દે બન્નેના પીએસઆઈ મહેશ્ર્વરીએ રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech