મૂળ કાલાવડ પંથકના વતની અને હાલ રાજકોટમાં ગોકુલધામ પાસે આરએમસી કવાર્ટરમાં રહેતા યુવાન સમલૈંગિક સંબંધો માટેની એપ્લિકેશન મારફત એક શખસના પરિચયમાં હોય તેણે ત્રિકોણ બાગ પાસે મળવા બોલાવ્યો હતો. બાદમાં અહીંથી તે તથા તેનો મિત્ર યુવાનને મૂંજકા પાસે આવવા સ્થળે લઈ ગયા હતા. યાં બંને યુવાન સાથે મારકૂટ કરી તેની પાસે રહેલ પિયા ૧૦,૦૦૦ નો મોબાઈલ અને ૧,૦૦૦ રોકડ લૂંટી લીધા હતા. ત્યારબાદ તેને બાઈકમાં બેસાડી લઈ જતા હતા દરમિયાન યુવાને ચાલુ બાઇકે છલાંગ મારી અહીંથી ભાગી ગયો હતો. બાદમાં તેને આ મામલે આ બંને શખસો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે લુંટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તેમને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
લૂંટના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મૂળ કાલાવડ પંથકના વતની અને હાલ રાજકોટમાં ગોકુલધામ પાસે આરએમસી કવાર્ટરમાં મ ભાડે રાખી રહેતા ૨૩ વર્ષીય યુવાને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગૌસ્વામી દ્ર અને રાજદીપ ગૌસ્વામીના નામ આપ્યા છે. યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે અહીં રાજકોટમાં મેડિકલ સ્ટોરમાં નોકરી કરે છે પોતે સમલૈંગિક સંબંધો માટેની હિશે એપ્લિકેશનમાં તારીખ ૨૦–૧૦–૨૦૨૪ ના રોજ ગોસ્વામી દ્રના સંપર્કમાં આવ્યો હતો બાદમાં બંને વચ્ચે ફોન નંબરની આપ લે થઈ હતી અને વાતચીત થતી હતી.
બાદમાં તારીખ ૨૦ ના સાંજના સાડા પાંચેક વાગ્યા આસપાસ યુવાન નોકરી પર હતો ત્યારે દ્રનો સમલૈંગિક સંબધં બાંધવા માટે ફોન આવ્યો હતો. જેથી યુવાને હા પાડી હતી. જેથી દ્રે કહ્યું હતું કે, તમે બસ સ્ટેન્ડ પાસે મળવા આવો જેથી યુવાન અહીં ગયો હતો આ સમયે દ્ર તથા તેનું મિત્ર રાજદીપ ગોસ્વામી પણ હાજર હતો. બાદમાં યુવાનને બાઈકમાં બેસાડી બસ સ્ટેન્ડથી નીકળી કટારીયા ચોકડી થઈ મુંજકા ચોકડી તરફ જતા ડાબી સાઈડ એ ખુલ્લું મેદાન હોય જેથી રુદ્રએ ત્યાં ખુલ્લા મેદાન પાસે આવાવરૂ સ્થળે બાઈક લઈ જઈ અહીં બાઈક ઊભું રાખ્યું હતું. ત્યારબાદ રાજદીપ યુવાનને કહેવા લાગ્યો હતો કે તું મારા ભાઈને આવા મેસેજ કેમ કરે છે તેમ કહીને બંને યુવાનને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા.
બાદમાં યુવાન પાસે રહેલ કિંમત રૂપિયા 10,000 નો મોબાઈલ અને પાકીટમાંથી રોકડ રૂ. 1,000 ની લૂંટ ચલાવી બાદમાં યુવાનને ફરી બાઈકમાં બેસાડી કટારીયા ચોકડી તરફ લઈ જતા હતા ત્યારે બાઈકની સ્પીડ ઓછી થતા યુવાન છલાંગ મારતા તે નીચે પડી ગયો હતો. દરમિયાન આ બંને શખસો બાઇક લઇ અહીંથી ભાગી ગયા હતા. યુવાન પોતે મેડિકલ સ્ટોરમાં નોકરી કરતો હોય જેથી તેને સામાન્ય ઇજા પહોંચી હોય તે જાતે જ સારવાર કરી લીધી હતી. ત્યારબાદ અન્ય મિત્રોની સલાહ લઈ તેણે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
જેમાં સમલૈગિંક સંબંધ બાંધવાના બહાને બોલાવ્યા બાદ રૂ. 10,000 નો મોબાઇલ અને રૂ. 1,000 રોકડની લૂંટ કરી હોવાનું જણાવ્યું હતું. જે ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસે ગુના નોંધી બંને શખસોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોલીસ ભરતીમાં બોગસ ઉમેદવારનો પર્દાફાશ: મહેસાણામાં બનાવટી કોલલેટર સાથે યુવક ઝડપાયો
January 23, 2025 09:10 PMરાજકોટના જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા અરજી બે દિવસીય નિકાલ ઝુંબેશ સફળ
January 23, 2025 07:23 PMગુજરાતમાં આ વર્ષે આટલા લાખ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા...આંકડા જાહેર
January 23, 2025 07:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech