વ્યાજખોરીના દૂષણને ડામવા માટે પોલીસ દ્વારા સમયાંતરે લોક દરબાર યોજવામાં આવે છે. ઉપરાંત રાજ્ય સરકારે પણ વ્યાજખોરી વિરૂધ્ધ ઝુંબેશ ચલાવી હતી. પરંતુ તેમછતાં વ્યાજખોરોને કાયદાનો કોઈ ડર ન હોય તેમ પઠાણી ઉઘરાણી કરી ધાકધમકીઓ આપતા અચકાતા નથી. ત્યારે વધુ એક આવો કિસ્સો રાજકોટમાં બન્યો છે. રાજકોટમાં ભાવનગર રોડ પર ઇમીટેશનની દુકાન ધરાવનાર ખત્રી બંધુઓને વ્યાજખોર મહેશ મુંધવા અને તેના મિત્રએ અહીં દુકાને જઈ વ્યાજની રકમની પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વેપારીના મોટાભાઈએ આરોપી પાસેથી 11 લાખ વ્યાજે લીધા હોય કોરોનાકાળ બાદ તે આ વ્યાજની રકમ ચૂકવી ન શકતા ઘર છોડી ચાલ્યા ગયા હતા. બાદમાં બંને ભાઈઓએ વ્યાજની રકમ ચૂકવતા હતા. પરંતુ છેલ્લા ત્રણેક માસથી વ્યાજ ચૂકવી ન શકતા આરોપીએ દુકાને આવી ધમકી આપી હતી.
વ્યાજખોરીના આ બનાવની જાણવા મળતી વિગતો, મુજબ રાજકોટમાં 80 ફુટ રોડ પર કાંતી માનવસેવા ટ્રસ્ટની બાજુમાં ઓમ રેસિડેન્સીમાં રહેતા દક્ષેશભાઈ જેંતીલાલ શનિશ્ર્વરા (બ્રહ્મ ક્ષત્રિય) (ઉ.વ 44) દ્વારા થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાંજરાપોળ મેલડી માતા રોડ બાલક હનુમાનના મંદિર પાસે રહેતા મહેશ વિરમભાઈ મુંધવા અને તેનો મિત્ર જોયલોના નામ આપ્યા છે.
વેપારીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને પરિવારમાં ત્રણ ભાઈ એક બહેન છે જેમાં સૌથી મોટાભાઈ પરેશભાઈ ઘર છોડીને જતા રહ્યા છે. તે તથા તેમના મોટાભાઈ સંદીપભાઇ બંને ભાવનગર રોડ પર કે.ડી ચેમ્બર ગ્રાઉન્ડ ફ્લોરમાં પરેશ બેંગલ્સ નામની દુકાનમાં ઇમિટેશન નો વેપાર કરે છે.
તારીખ 16/10 ના સાંજના આઠેક વાગ્યે આસપાસ અહીં તેમની દુકાને તે તથા તેમના તેમના મોટાભાઈ સંદીપભાઈ અહીં હાજર હતા ત્યારે મહેશ મુંધવાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તું ક્યાં છો? તું જ્યાં છો ત્યાં જ રહેજે તેમ કહી ગાળો આપી હતી. બાદમાં મહેશ અને તેનો મિત્ર જોયલો બંને અહીં દુકાને આવ્યા હતા અને ફરિયાદી તથા તેના ભાઈને બેફામ ગાળો આપી તમારે વ્યાજના રૂપિયા આપવાના છે કે નહીં તેમ કહેતા ફરિયાદીએ કહ્યું હતું કે, રૂપિયા પરેશભાઈને આપ્યા છે તો તે પરેશભાઈ તમને આપશે જેથી મળશે કહ્યું હતું કે, રૂપિયા અહીં આપો તો જાનથી મારી નાખીશ તેમજ સાથે રહેલા શખસે પણ ધમકી આપી હતી અને મહેશે જતા જતા કહ્યું હતું કે, હું તમને બંને ભાઈઓને મારી ન નાખુંતો મારામાં ધુળ પડી કાલે 11:00 વાગે હું આવું છું તેવું કહી જતો રહ્યો હતો.
ફરિયાદીએ પોતાની ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, તેમના મોટાભાઈ પરેશભાઈએ આરોપી વિરમ પાસેથી પાંચેક વર્ષ પૂર્વે 11લાખ વ્યાજે લીધા હતા. જેમાં 7,00,000 10 ટકાએ તથા 4 લાખ 15 ટકાએ વ્યાજે લીધા હતા જેનું વ્યાજ પરેશભાઈ ચૂકવતા હતા પરંતુ કોરોનાકાળ બાદ ધંધામાં મંદી આવતા વ્યાજની રકમ ચૂકવી ન શકતા પરેશભાઈએ ફિનાઈલ પી લીધું હતું. ત્યારબાદ તેઓ રાજકોટ છોડી બે વર્ષથી જતા રહ્યા છે. જેથી આરોપી મહેશ મુંધવા ફરિયાદી અને તેના ભાઈ પાસે વ્યાજની રકમની ઉઘરાણી કરતો હોય ફરિયાદીએ તેને વર્ષ 20021 થી અત્યાર સુધી એમ 40 મહિનાથી વ્યાજની રકમ પેટે રૂ. 8,00,000 ચૂકવ્યા હતા. પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી વ્યાજ આપી ન શકતા દુકાને આવી પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતા અંતે વેપારીએ આ ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે થોરાળા પોલીસે આરોપીઓ સામે મની લેન્ડ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech