રાજકોટ મહાપાલિકાની વધુ એક બેદરકારીના કારણે અખબારી એજન્ટે જીવ ગુમાવ્યાની ઘટના બહાર આવી છે. વહેલી સવારે અખબારી વિતરણ કામથી ટુ વ્હીલર લઈને નીકળેલા એજન્ટ ઘર પાસે જ ભુગર્ભ ગટરનું ઢાંકણું ખુલ્લ ું હોવાથી બાઈકનું બેલેન્સ ગુમાવ્યું હતું અને ફંગોળાઈને નીચે પટકાયા હતા. ગંભીર રીતે ઘવાયેલા અખબારી એજન્ટ વનરાજસિંહ ઉદેસિંહ જાડેજા ઉ.વ.૬૦નું ગઈકાલે ૧૦ દિવસની સારવાર બાદ મૃત્યુ નિપજયું હતું. મનપાની ખુલ્લ ી ગટરથી થયેલા અકસ્માતનો વિડીયો પણ વાયરલ થતાં આ દ્રશ્યો જોઈને લોકોએ મનપાની સામે રોષ વ્યકત કર્યેા છે. પોલીસે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
પ્રા માહિતી મુજબ રાજકોટમાં ગાંધીગ્રામ વિસ્તારના અક્ષરનગર મેઈન રોડ પર રહેતા વનરાજસિંહ ઉદેસિંહ જાડેજા વચલી ઘોડીના વતની હતા. સંતાનમાં એક પુત્ર, પુત્રી છે. અખબાર વિતરણનું કામકાજ ધરાવતા અને એક સમયે પત્રકાર રહી ચુકેલા વનરાજસિંહ તેના રોજીંદા ક્રમ મુજબ ગત તા.૩ના રોજ વહેલી સવારે અખબાર વિતરણના કાર્ય માટે ઘરેથી બાઈક પર નીકળ્યા હતા. સવારના સાડા પાંચેક વાગ્યાના અરસામાં ઘર નજીક જ રોડ પર ભુગર્ભ ગટરના ખુલ્લ ા ઢાંકણાં સાથે બાઈક અથડાયું હતું.
બાઈક ગટરના મેઈન હોલના ઢાંકણાં સાથે અથડાતા બાઈક પરથી બેલેન્સ ગુમાવીને નીેચે પટકાયા હતા. બાઈકનું હેન્ડલ છાતીના ભાગ પાસે અથડાયું હતું. પાંસડી ભાંગી ગઈ હતી. શરીરના અન્ય ભાગને મુંઢ ઈજા થઈ હતી. સારવાર અર્થે જી.ટી.શેઠ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ૧૦ દિવસની સારવાર બાદ ગઈકાલે તેમને અંતિમ શ્ર્વાસ લીધા હતા. જાણવા મળ્યા મુજબ વરસાદી માહોલના કારણે રસ્તા પર પાણી ભરાયા હોવાથી પાણી નીકાલ માટે ભુગર્ભ કુંડીનું ઢાંકણું અર્ધ ખુલ્લ ું રખાયું હતું જેને લઈને આ અકસ્માત સર્જાયો હતો.
વરસાદમાં પાણીના નિકાલ માટે ઢાંકણું મહાપાલિકાના કોઈ કર્મચારી, સફાઈ કર્મીએ સોલીડ વેસ્ટના કોઈ સ્ટાફ દ્રારા ખુલ્લ ું રખાયું હશે ? કે રહેવાસીઓ પૈકીનાઓએ કોઈ વરસાદી પાણીના નિકાલ માટે ઢાંકણું અર્ધ ખુલ્લ ું કર્યુ હશે ? પોલીસ દ્રારા હાલ અકસ્માતની ઘટનાની નોંધ કરવામાં આવી છે. ઢાંકણા સાથે ભટકાઈને થયેલા અકસ્માતના સીસીટીવી વાયરલ થયા છે. જેના પરથી ભુગર્ભ ગટરનું ઢાંકણું ખુલ્લ ું રાખવાની બેદરકારી જ પ્રાથમીક તબકકે બહાર આવી રહી છે.
પોલીસ દ્રારા ઢાંકણું કોને ખોલ્યું ? કયારે ખોલ્યું ? કે અગાઉથી જ ઢાંકણું તુટેલું હતું અને મહાપાલિકાએ રીપેરીંગની દરકાર ન લીધી જેના કારણે આ વધુ એક રાજકોટવાસીએ જીવ ગુમાવ્યો ? તે સહિતના મુદ્દા તપાસનો વિષય બન્યા છે. અગાઉ પણ મહિલા કોલેજ અંડરબ્રિજ પર ગટરનું લોખંડનું ઢાંકણું ખુલ્લ ુ હોવાથી સાયકલસવાર સ્પોર્ટસ મેન પ્રૌઢનું મોત નિપજયું હતું. બનાવના પગલે મૃતકના પરિવારજનો તેમજ બહોળુ મિત્ર વર્તુળ ધરાવતા તથા અખબારી ક્ષેત્રે સારા સંબંધો ધરાવતા વર્તુળોમાં પણ શોકની લાગણી ફેલાઈ જવા પામી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech