રાજકોટમાં સિટીબસે મહિલા એક્ટિવા ચાલકને હડફેટે લેતા ટોળું વિફર્યું, સિટી બસમાં તોડફોડ કરી કાચ તોડી નાખ્યા

  • September 24, 2023 02:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટની સિટી બસ અવારનવાર વિવાદમાં આવે છે. એવામાં આજે સિટી બસનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સિટી બસે અકસ્માત સર્જાતા લોકોએ સિટી બસમાં તોડફોડ કરી છે. 


આનંદ બંગલા ચોક અને ગોંડલ રોડ પૂલ નજીક અકસ્માતનો બનાવ બન્યો હતો. સિટી બસે મહિલા એક્ટિવા ચાલકને હડફેટે લેતા લોકો એકત્ર થયા હતા અને સિટી બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને બસના કાચ તોડી નાખ્યાં હતાં. બનાવને લઇને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડયો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application