રાજકોટમાં ફટાકડાં ફોડવાની બાબતે મારામારીનો બનાવ હત્યામાં પલટાયો, એકનું મોત

  • November 01, 2024 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)





દિવાળીનો દિવસ એટલે આનંદથી ખુશીથી જુમી ઉઠવાનો તહેવાર છે. પરંતુ તહેવારોમા અમુક ઘટનાઓ એવી સર્જાતી હોય છે જે ખુશીઓ છીનવી લે છે. જેના કારણે સામાજિક વાતાવરણ ડહોળાતુ હોય છે. દીવાળીના તહેવારમાં ફટાકડા ફોડવા બાબતે પણ બોલાચાલી થતી હોય છે. આવી જ ઘટના રાજકોટમાં બની છે. 


રાજકોટ શહેરનાં સર્વેશ્વર ચોક ખાતે ફટાકડા ફોડવાની બાબતે કેટલાક યુવાનો વચ્ચે ઝઘડો થયો હતો. મામલો વધુ ઊગ્ર થતાં વાત મારામારી સુધી પહોંચી હતી. દરમિયાન, જીવલેણ હુમલામાં કાર્તિક નામનાં યુવકનું મોત નીપજ્યું હતું. જ્યારે, પ્રકાશ સરવૈયા અને કેતન વોરા નામનાં બે યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંને યુવકોને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.


આ ઘટનાની જાણ એ ડિવિઝન પોલીસ દ્વારા થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી હતી. તપાસમા અમનદીપ ઉર્ફે બલી નામનાં યુવકે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે સાક્ષીઓ અને ઇજાગ્રસ્ત યુવકોનાં નિવેદન લઈ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. દિવાળીનાં તહેવાર વચ્ચે આશાસ્પદ યુવાનનાં મોતથી પરિવારમાં શોકનું મોજુ પ્રસરી ગયું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application