પ્રભાસ પાટણ માં મોહરમ નિમિતે કોમી એકતા ની સાથે તાજીયાનુ જુલુસ કાઢવામા આવ્યું.

  • July 30, 2023 02:45 PM 

પ્રભાસ પાટણ માં મોહરમ ના તેહવાર નિમિત્તે નાના મોટા તાજીયાના જુલુસનુ આયોજન કરવામા આવ્યું હતું. અને ઢોલ નગારાના તાલ સાથે જુલુસ નિક્ળ્યુ હતુ.  જુલુસ દરમિયાન સબીલ નું પન આયોજન કરવામાં આવ્યું હતું જુલુસ  ધાંચીવાડા વિસ્તાર, ચોગાન ચોક, બંગલા ચોક, પોલીસ સ્ટેશન વિસ્તાર, મોચી વડલા ચોક સહિત શહેરના મુખ્ય માર્ગો પરથી તાજીયા નુ જુલુસ નિકળેલ હતુ. અને જુલુસમા હિન્દુ-મુસ્લિમ સમાજના લોકોએ તાજીયાની સલામી આપી હતી.. અને જુલુસ દરમિયાન પ્રભાસ પાટણ ના પી આઇ મકવાણા તથા પોલીસ સ્ટાફ સહિત ખડેપગે ઉભા રહી ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામા આવ્યો હતો. આ તકે સમસ્ત મુસ્લિમ સમાજ પ્રમુખ યુસુફ ભાઈ પટેલ, પુર્વ પટેલ નુરદિન ભાઈ  તથા યુવા ગ્રુપ સહીત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા....



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application