પોરબંદરમાં સ્થળાંતર કરવામાં આવેલા લોકો માટે ફુડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
પોરબંદરમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક લોકોને શેલ્ટર હાઉસમાં ખસેડવાની ફરજ પડી હતી.કલેકટર અને ધારાસભ્ય મોઢવાડીયાના માર્ગદર્શન હેઠળ આશ્રયસ્થાનોમાં રહેતા શહેરીજનો માટે બપોરના જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમા પાયોનિયર કલબ પોરબંદરના પ્રમુખ પ્રવિણભાઈ ખોરાવા અને રેડક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા શાખાના ચેરમેન રામદેવભાઇ મોઢવાડીયા,ધર્મશભાઇ પરમાર દ્વારા ખડેપગે સેવા કરવામાં આવી હતી. ત્રણ દિવસ થયેલ અતિભારે વરસાદમાં પ્રવિણભાઈ ખોરાવા અને રામદેવભાઇ મોઢવાડીયાની દેખરેખ હેઠળ ફુડ પેકેટ તૈયાર કરીને કુંભારવાડા વિસ્તાર અને સરકારી શેલ્ટર હોમમાં વિતરણ કરવામાં આવેલ હતા. હંમેશા પોરબંદરની સેવા માટે તત્પર રહેતા સેવાના સારથી એવા પાયોનિયર કલબ પોરબંદર, સાગરપુત્ર સમન્વય અને લાયન્સ કલબ બાપુ ના પ્રમુખ પ્રવિણભાઈ ખોરાવા અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પોરબંદર તાલુકાના ચેરમેન રામદેવભાઇ મોઢવાડીયા દ્વારા પુરગ્રસ્ત સ્થિતિમાં રાહતનું રસોડું, ફુડ પેકેટ વિતરણ, દવા છંટકાવ વરસાદી પાણીનો નિકાલ સહિતની અનેકવિધ કામગીરી કરી રહ્યા છે.આ કામગીરીમાં હરજીવનભાઈ કોટિયા, નરેશભાઈ થાનકી, હરીશભાઇ કોટિયા, હરીશભાઈ જુંગી, મુકેશભાઇ વાંદરીયા, નારણભાઈ ચાંચીયા હાજર રહેલ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech