પોરબંદર જિલ્લામાં સઘન વાહન ચેકિંગ વચ્ચે પણ સર્જાઇ રહ્યા છે અકસ્માત

  • October 09, 2024 02:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર શહેર અને જિલ્લામાં નવરાત્રિના તહેવારો દરમ્યાન વાહન અકસ્માતો પર બ્રેક લાવવા પોલીસ દ્વારા કવાયત ચાલી રહી છે અને સીટી અને હાઇવે ટ્રાફિક શાખા દ્વારા અકસ્માતો અટકાવવા રીફલેકટર લગાવવાની કામગીરી હાથ ધરાઇ છે તેમ છતાં પણ બેફામ બનતા વાહનચાલકો સુધરતા નથી તેના લીધે અનેક નિર્દોષ લોકોને અકસ્માતનો ભોગ બનવુ પડી રહ્યુ છે.અનેક વાહનચાલકોની ટ્રાફિક નિયમભંગ બદલ ધરપકડ કરવામાં આવી છે.
સ્કૂલબસના ચાલકે સર્જ્યો અકસ્માત
હાલમાં જસદણના  બાયપાસ રોડ પર રહેતા મૂળ માધવપુર ગામના અતુલ બટુકભાઇ કરગટીયા નામના ૩૨ વર્ષના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના પિતા બટુકભાઇ કરગટીયા  મૂળ માધવપુર ગામે રહે છે અને બાઇક લઇને માધવપુર ગામે ગયા હતા તથા પોતાનુ કામ પૂર્ણ કરીને ઘરે મૂળ માધવપુર જતા હતા ત્યારે માધવપુર-સોમનાથ હાઇવે પર પેટ્રોલપંપ સામે પરિશ્રમ સ્કૂલની બસ ના ચાલક પંકજ બાલસે બેફિકરાઇથી બસ ચલાવીને પેટ્રોલપંપ પાસેથી હાઇવે પર ચડાવતા ફરીયાદીના પિતા  બટુકભાઇ કરશનભાઇ કરગટીયાને હડફેટે લઇ લીધા હતા જેમાં ફ્રેકચર સહિતની ઇજાઓ થતા સારવાર માટે સૌપ્રથમ માધવપુરના સરકારી દવાખાને ત્યારબાદ પોરબંદરની ખાનગી હોસ્પિટલમાં અને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયા છે. તા.૪-૧૦ના બનેલા આ બનાવમાં અતુલ કરગટીયાએ બસના ચાલક પંકજ બાલસ સામે વિધિવત રીતે પોલીસ  ફરિયાદ નોંધાવતા માધવપુર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application