પોરબંદરમાં બહેનના બર્થ ડે માટે ચોકલેટ લેવા ગયેલા સાઇકલ સવાર કિશોર સાથે સર્જાયો અકસ્માત

  • August 24, 2024 03:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં અઠવાડિયા પહેલા બહેનના જન્મદિવસ નિમિત્તે સાયકલ લઈને ચોકલેટ લેવા જતા ભાઈ સાથે બાઈકચાલકે અકસ્માત સર્જતા તેને ગંભીર ઇજા થઈ હતી અને સારવાર માટે રાજકોટ લઈ જવા બાદ સ્વસ્થ થતા કિશોરના પિતાએ બાઈક ચાલક સામે ફરીયાદ નોંધાવી છે.
પોરબંદરના ખાપટમાં વાછરાદાદાના મંદિર પાસે રહેતા દેવજી વિરમભાઈ ચુડાસમા નામના યુવાને એવી ફરીયાદ નોંધાવી છે કે,તા.૧૬/૮ એ તેની પુત્રી નતાશાનો જન્મદિવસ હોવાથી ૧૬ વર્ષનો પુત્ર ખુશાલ સાયકલ લઈને સુતારવાડા વિસ્તારમાં ચોકલેટ લેવા માટે ગયો હતો અને ઘરે આવતો હતો ત્યારે ખાપટ નજીક નાયરા પેટ્રોલ પંપ પાસે અજાણ્યા બાઈકચાલકે ખુશાલની સાઇકલ સાથે અકસ્માત સર્જતા બંને ઘાયલ હતા,આથી ખુશાલને રિક્ષામાં પોરબંદરની ખાનગી અને સરકારી હોસ્પિટલે લઈ ગયા લઈ ગયા બાદ  રાજકોટ ખાતે વધુ સારવાર માટે લઈ ગયા હતા અને રાજકોટ ખાતે તે સ્વસ્થ થઈ જતા રજા આપી દીધી હતી આથી અંતે પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ મથકમાં આવીને અજાણ્યા બાઈકચાલક સામે દેવજીભાઈ ચુડાસમાએ ફરીયાદ નોંધાવી છે જેમાં પુત્ર ખુશાલ સાથે અકસ્માત સર્જનાર અજાણ્યા બાઇકચાલક સામે ગુન્હો દાખલ થતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application