પોરબંદરના લીમડાચોકમાં ગઇકાલે રાત્રે ભાજપનું કમળ દોરેલુ હોય તેવી કારમાંથી બબાલ કરતા એક નશાખોરની પોલીસે ધરપકડ કરી હતી અને કારમાં તલાસી લેતા છરી, હથોડી, પાઇપ મળી આવતા પોલીસે બે ગુન્હા નોંધી દીધા હતા.
કીર્તિમંદિર પોલીસમથકના સર્વેલન્સ સ્ટાફના કોન્સ્ટેબલ કિશોર માલદેભાઇ શીંગરખીયા દ્વારા એવા પ્રકારનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે કે ઇન્સ્પેકટર જે.જે. ચૌધરી, કોન્સ્ટેબલ હોથીભાઇ અરજણભાઇ તથા જય રમેશભાઇ વગેરે પેટ્રોલીંગમાં હતા ત્યારે એવી બાતમી મળી હતી કે લીમડાચોકમાં એક ઇસમ રોડ પર કાર રોકી નશાની હાલતમાં છાકટો બનીને ઉધ્ધતાઇભર્યુ વર્તન કરી રહ્યો છે અને તેના કારણે ટ્રાફિક જામ થયો છે તથા લોકોના ટોળેટોળા એકઠા થયા છે. જેથી પોલીસ તાત્કાલિક ત્યાં દોડી ગઇ હતી અને તપાસ કરતા કારમાં રહેલ ઇસમ ચિક્કાર નશામાં હતો તેની પૂછપરછ કરતા તે ઉદ્યોગનગરના ગીતાનગરમાં રહેતો અને ડીસ કેબલનો વ્યવસાય કરતો રાજુ રાણા ઓડેદરા ઉ.વ. ૫૦ હોવાનું જણાવ્યુ હતુ. તે ચિક્કાર નશામાં હોવાથી પોલીસે તેની પ્રોહીબીશનના ગુન્હા બદલ ધરપકડ કરી હતી.
પોલીસે કારની તલાશી લેતા તેમાંથી યુ.એસ.એ.ના માર્કાવાળી અને કોલમ્બોના માર્કાવાળી એક હાથાવાળી અને બીજી પુશબટનવાળી છરી મળી આવી હતી તે ઉપરાંત લોખંડનો એક પાઇપ અને એક હથોડી પણ આ કારમાંથી કબ્જે થયા હતા તેથી પોલીસે ત્રણ લાખની કાર તથા છરી, પાઇપ, હથોડી સહિત હથિયારો કબ્જે કરીને રાજુ રાણા ઓડેદરાની ધરપકડ કરી હતી.
કારના કાચમાં બી.જે.પી. લખેલ મૂળાક્ષર સાથેનું ભાજપનું કમળ પણ હોવાથી આ રાજુ રાણા ઓડેદરા ભાજપનો કાર્યકર છે કે કેમ? તે અંગેની તપાસ થઇ રહી છે. સોશ્યલ મીડિયામાં પણ વીડિયો વાયરલ થતા અનેકવિધ ચર્ચાઓ જાગી હતી. પોલીસે બે ગુન્હા નોંધીને તેની ધરપકડ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech