ભારતીય જનતા પક્ષે લોકસભાની ચૂંટણીમાં પ્રત્યેક બેઠક પર ઓછામાં ઓછા પાંચ લાખથી વધુ મતની લીડથી જીતવાનો ટાર્ગેટ સેટ કરવામાં આવ્યો હતો. પરંતુ બનાસકાંઠામાં બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે અને પાટણ, આણદં તથા ભચમાં ભાજપના વિજેતા ઉમેદવારને પૂરા એક લાખની પણ લીડ મળી નથી.
ગુજરાતમાં સૌથી વધુ લીડ સાથે ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ નવસારી બેઠક પરથી ચૂંટાઈ આવ્યા છે. સૌથી વધુ લીડના બીજા ક્રમે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ આવે છે. વડોદરાના હેમાંગ જોશી અને પંચમહાલના રાજપાલસિંહ મહેન્દ્રસિંહ જાદવ પણ પાંચ લાખથી વધુ લીડ સાથે ચૂંટાઈ આવ્યા છે.
એક લાખથી ઓછી લીડ સાથે ચૂંટાયેલા ભાજપના ઉમેદવારોની વાત કરીએ તો પાટણમાં ભરતસિંહ શંકરજી ડાભીને માત્ર ૩૧૮૭૬ ની લીડ મળી છે. આણંદમાં બકાભાઇના નામે ઓળખાતા મિતેશ પટેલને ૮૯૯૩૯ અને ભચમાં મનસુખ વસાવાને ૮૫૬૯૬ ની લીડ મળી છે.
આણંદની બેઠક અમે જીતી રહ્યા છીએ તેવો દાવો ચૂંટણી દરમિયાન અને મતદાનની પ્રક્રિયા પૂરી થયા પછી કોંગ્રેસે કર્યેા હતો ત્યારે આ બેઠકના ભાજપના ઉમેદવાર નિતેશ પટેલ ચૂટાઈ જતા ભાજપે હાશકારો અનુભવ્યો છે. આવું જ ભચની બેઠકમાં હતું. મનસુખભાઈ વસાવા સાતમી વખત વિજેતા થયા છે પરંતુ આમ આદમી પાર્ટીના ચૈત્ર વસાવાએ તેને વિજેતા બનતા પહેલા પરસેવો ઉતારી દીધો હતો.
બનાસકાંઠાની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન નાગજીભાઈ ઠાકોર ૩૦૪૦૬ મતની સરસાઈથી ચૂંટાઈ આવ્યા છે. જોકે કોંગ્રેસને લીડમાં ખાસ રસ નથી. પરંતુ એક બેઠક મળી છે ભાજપની કલીન સ્વીપ રોકી શકયા તેનો વધુ આનદં છે. રાયના અન્ય બેઠકોના ભાજપના ઉમેદવારોને મળેલી લીડની આંકડાકીય માહિતી પર નજર નાખીએ તો કચ્છમાં વિનોદભાઈ ચાવડાને ૨૬૮૭૮૨ મહેસાણામાં હરિભાઈ પટેલને ૩૨૮૦૪૬ સાબરકાંઠામાં શોભનાબેન બારીયાને ૧૫૫૬૮૨ ગાંધીનગરમાં અમિતભાઈ શાહને ૭૪૪૭૧૬, અમદાવાદ ઇસ્ટમાં હસમુખભાઈ પટેલને ૪૬૧૭૫૫, અમદાવાદ વેસ્ટમાં એડવોકેટ દિનેશભાઈ મકવાણાને ૨૮૬૪૩૭, સુરેન્દ્રનગરમાં ચંદુભાઈ સિહોરાને ૨૬૧૬૧૭, રાજકોટમાં પરસોતમ પાલાને ૪૮૪૨૬૦, પોરબંદરમાં મનસુખભાઈ માંડવીયાને ૩૮૦૨૮૫, જામનગરમાં પૂનમબેન માડમને ૨૩૮૦૦૮, જૂનાગઢમાં રાજેશ ચુડાસમાને ૧૩૫૪૯૪, અમરેલીમાં ભરતભાઈ સુતરીયાને ૩૨૧૦૬૮, ભાવનગરમાં નિમુબેન બામણીયાને ૪૫૫૨૮૯, ખેડામાં દેવુસિંહ ચૌહાણને ૩૫૭૭૫૮, દાહોદમાં જશવંતસિંહ ભાભોરને ૩૩૩૬૭૭, વડોદરામાં ડોકટર હેમાંગ જોશીને ૫૮૨૧૨૬, છોટાઉદેપુરમાં જસુભાઈ રાઠવાને ૩૯૮૭૭૭, બારડોલીમાં પ્રભુભાઈ વસાવાને ૨૩૦૨૫૩, નવસારીમાં સીઆર પાટીલને ૭૭૩૫૫૧, વલસાડમાં ધવલ પટેલને ૨૧૦૭૦૪ મતની લીડ મળી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાંગ્લાદેશમાં ટોળાએ એરબેઝ પર કર્યો હુમલો, સૈનિકોએ અનેક રાઉન્ડ ગોળીબાર કરતા એકનું મોત, અનેક ઘાયલ
February 24, 2025 03:55 PMડેંગ્યુ, ટાઇફોઇડ, કમળો સહિતના ૧૯૪૬ કેસ; તાવથી બાળકનું મૃત્યુ
February 24, 2025 03:48 PMજેતપુર–રાજકોટ સિકસલેન રોડના કામમાં યોગ્ય ડાયવર્ઝનના અભાવે દિવસભર ટ્રાફિકજામ
February 24, 2025 03:46 PMખોદકામ કરી છ માસથી રસ્તા કામ રઝળાવ્યું લતાવાસીનું ટોળું મહાપાલિકામાં ધસી આવ્યું
February 24, 2025 03:44 PMસગીરાને સાહિલ ભગાડી ગયો: લવ જેહાદની શંકા
February 24, 2025 03:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech