પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ (પીએમએલ-એન) ના પ્રમુખ શહબાઝ શરીફને પાકિસ્તાનના વડા પ્રધાન પદ માટે તેમની પાર્ટી દ્વારા નામાંકિત કરવામાં આવ્યા છે. શાહબાઝ બીજી વડાપ્રધાન બનશે. અગાઉ ઈમરાન ખાનની સરકારના પતન બાદ શાહબાઝ શરીફ પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા હતા.પક્ષના પ્રવક્તા મરિયમ ઔરંગઝેબે જાહેરાત કરતા કહ્યું કે પાર્ટીના સુપ્રીમો નવાઝ શરીફ (74)એ તેમના નાના ભાઈ શાહબાઝ શરીફ (72)ને વડાપ્રધાન પદ માટે અને પુત્રી મરિયમ નવાઝ (50)ને પંજાબ પ્રાન્તના મુખ્યમંત્રી પદ માટે નામાંકિત કયર્િ છે. આ સાથે જ આસિફ અલી ઝરદારીને રાષ્ટ્રપતિ બનાવવાનો પ્રસ્તાવ પણ મુકાયો છે.
પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ મંગળવારે કહ્યું કે તેઓ ઈચ્છે છે કે તેમના પિતા આસિફ અલી ઝરદારીને ફરીથી રાષ્ટ્રપતિ બનાવવામાં આવે. પીપીપીના અધ્યક્ષ ઝરદારી (68)એ 2008 થી 2013 સુધી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી. વડાપ્રધાન પદની રેસમાંથી ખસી જવાની જાહેરાત કરતા બિલાવલે કહ્યું કે તેમની પાર્ટી સરકારનો ભાગ બન્યા વિના વડાપ્રધાન પદ માટે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના ઉમેદવારને સમર્થન આપશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech